કિવી ઑલરાઉન્ડર ડેરિલ મિચલે અંતિમ ઓવરમાં જ્યારે MI ન્યુ યૉર્કને નવ રનની જરૂર હતી ત્યારે માત્ર પાંચ રન જ કરવા દીધા હતા
ફાફ ડુ પ્લેસી
અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં ટેક્સસ સુપર કિંગ્સના કૅપ્ટન ફાફ ડુ પ્લેસીએ શનિવારે MI ન્યુ યૉર્ક સામે એક હાથે ડાઇવિંગ કૅચ કરીને ક્રિકેટજગતને સ્તબ્ધ કરી દીધું હતું. ૪૦ વર્ષના આ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન પ્લેયરે મિડ-ઑફ પર આ શાનદાર કૅચ પકડીને હરીફ ટીમના માઇકલ બ્રેસવેલને આઉટ કરીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. સુપર કિંગ્સે ૬ વિકેટ ગુમાવીને ૧૮૫ રન બનાવ્યા હતા જેની સામે MI ન્યુ યૉર્કની ટીમ ૮ વિકેટે ૧૮૨ રન જ કરી શકી હતી. કિવી ઑલરાઉન્ડર ડેરિલ મિચલે અંતિમ ઓવરમાં જ્યારે MI ન્યુ યૉર્કને નવ રનની જરૂર હતી ત્યારે માત્ર પાંચ રન જ કરવા દીધા હતા

