કન્યાના ભાઈએ એક લાઇવ વેડિંગ-પેઇન્ટરને બોલાવ્યો હતો જેણે જોતજોતામાં સુંદર ચિત્ર બનાવી નાખ્યું હતું.
કન્યાના ભાઈએ એક લાઇવ વેડિંગ-પેઇન્ટરને બોલાવ્યો હતો
ઘરમાં લગ્નપ્રસંગ હોય ત્યારે પરિવારના લોકો સેલિબ્રેશન વધુ સ્પેશ્યલ બને એવા પ્રયત્નો કરતા હોય છે. એક ભાઈએ પોતાની બહેનનાં લગ્નમાં આપેલી સરપ્રાઇઝ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગઈ હતી. આ વિડિયો સાઉથ ઇન્ડિયન વેડિંગનો છે, જેમાં લાઇવ વેડિંગ-પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિડિયોમાં લગ્નવિધિ વખતે દેશી દુલ્હન અને વિદેશી દુલ્હાના સ્વજનો ખૂબ આનંદિત દેખાય છે. જોકે આનંદની ખરી ક્ષણ ત્યારે આવે છે જ્યારે વર અને કન્યા લાઇવ-પેઇન્ટિંગ જોઈને ભાવવિભોર થઈ જાય છે. કન્યાના ભાઈએ એક લાઇવ વેડિંગ-પેઇન્ટરને બોલાવ્યો હતો જેણે જોતજોતામાં સુંદર ચિત્ર બનાવી નાખ્યું હતું. રસપ્રદ વાત એ છે કે તેણે દુલ્હનની સ્વર્ગસ્થ માતાને પણ આ પેઇન્ટિંગમાં સામેલ કર્યાં હતાં જેને જોઈને ત્યાં હાજર સૌની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
લાઇવ વેડિંગ-પેઇન્ટર પ્રીતેશ રંગોલેએ આ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો જેને ૩૦ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. એક વ્યક્તિએ આ વિડિયો પર કમેન્ટ કરી હતી કે ઇન્ટરનેટ પર અજાણ્યા લોકોને જોઈને રડવાનો વધુ એક દિવસ. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે હું તો કલાકારને જોઈ રહ્યો છું, તે કેટલો ખુશ અને નિર્દોષ છે.


