આ મામલો તાંત્રિક ક્રિયા સાથે ન સંકળાયેલો હોય. આ ઘટના પછી યુવક ગાયબ થઈ ગયો છે. તેનો મોબાઇલ પણ બંધ આવે છે. પોલીસ હવે જંગલ અને ખેતરોમાં તેને શોધી રહી છે.
યુવકે શિવલિંગ પર ચડાવ્યું એક યુનિટ લોહી
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના ભરથુ ગામના એક મંદિરના શિવલિંગ પર તાજું લોહી ચડાવેલું હોય એવું જોવા મળતાં ગ્રામજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે એક યુવકે પોતાનું લોહી ચડાવ્યું છે. વાત એમ હતી કે એક સ્થાનિક ડૉક્ટર પાસે સાંજના સમયે ઇલાજ માટે આવેલા એક યુવકે પોતાની મેડિકલ હિસ્ટરીની વાત કરતાં કહ્યું હતું કે મેં હમણાં જ ભગવાન શિવને એક યુનિટ લોહી અર્પણ કર્યું છે. એ વાત ડૉક્ટરે વહેલી સવારે ગામના માણસને કરતાં એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. ગ્રામવાસીઓ ગામની બહાર આવેલા શિવમંદિરે પહોંચ્યા ત્યારે શિવલિંગને ચડાવેલું લોહી જોવા મળ્યું હતું. એ નજારો જોઈને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોનું કહેવું હતું કે એ યુવક છેલ્લા ઘણા સમયથી અહીં અલગ-અલગ પ્રકારનાં પૂજા-પાઠ અને ધાર્મિક વિધિઓ કરવામાં વ્યસ્ત રહેતો હતો. એને કારણે કેટલાકને આશંકા છે કે ક્યાંક આ મામલો તાંત્રિક ક્રિયા સાથે ન સંકળાયેલો હોય. આ ઘટના પછી યુવક ગાયબ થઈ ગયો છે. તેનો મોબાઇલ પણ બંધ આવે છે. પોલીસ હવે જંગલ અને ખેતરોમાં તેને શોધી રહી છે.


