લાઇબ્રેરીમાં કામ કરતા હોવાથી તેણે વિવિધ પુસ્તકોમાંથી પોતાને ગમતા હજારો નામોમાંથી ૨૨૫૩ શબ્દો પોતાના નામમાં સમાવ્યા
મૂળ વૉટકિંગ્સ નામ છે
ઑસ્ટ્રેલિયાના એક ભાઈએ ઇતિહાસ રચવા માટે વિશ્વનું સૌથી લાંબું નામ પાડ્યું હતું. મૂળ વૉટકિંગ્સ નામ ધરાવતા આ ભાઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવવાની બહુ જ ઇચ્છા હતી. તેમણે ગિનેસનો ખજાનો ફંફોસ્યો અને શોધ્યું કે કયો એવો સેગ્મેન્ટ છે જેમાં તેઓ કંઈક અનોખું કરીને આ વિક્રમમાં પોતાનું નામ જોડી શકે? ખાસ્સી મહેનત પછી તેમણે નોંધ્યું કે અનોખા નામની કૅટેગરી ક્યાંય નથી દેખાતી. બસ, પછી તો ભાઈ મંડી પડ્યા અને પોતાનું ફર્સ્ટ નેમ બદલવાની નેમ લીધી. તેમણે ૨૨૫૩ શબ્દો ધરાવતું નામ નક્કી કર્યું. લાઇબ્રેરીમાં કામ કરતા હોવાથી તેણે વિવિધ પુસ્તકોમાંથી પોતાને ગમતા હજારો નામોમાંથી ૨૨૫૩ શબ્દો પોતાના નામમાં સમાવ્યા. જોકે આ વર્લ્ડ રેકૉર્ડ બને એ માટે નામને કાનૂની રીતે અપનાવવું પણ જરૂરી હતું એટલે એ જદ્દોજહદ પણ ઉઠાવી. જોકે આ નામ ત્યારે જ ઑફિશ્યલ બને એમ હતું જ્યારે તે એ લાંબા કાગળ પર લખાયેલું નામ જોયા વિના કડકડાટ બોલી શકે. આ પરીક્ષામાં પણ ભાઈ પાસ થઈ ગયા અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી લાંબા નામનો વિક્રમ તેમના નામે થઈ ગયો. જોકે જ્યારે તેમનાં લગ્ન થયાં ત્યારે વિધિ દરમ્યાન પાદરીએ તેમનું નામ બોલવાનું આવ્યું ત્યારે એ નામ બોલતાં ૨૦ મિનિટ વધુ લાગી હતી.
