Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીમાં સ્ટ્રગલિંગ ઍક્ટ્રેસને કામ માટે બોલાવીને ગઠિયો મોબાઇલ ચોરી ગયો

અંધેરીમાં સ્ટ્રગલિંગ ઍક્ટ્રેસને કામ માટે બોલાવીને ગઠિયો મોબાઇલ ચોરી ગયો

Published : 18 June, 2026 11:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રોડ્યુસર બનીને આવેલો આરોપી કૉલ કરવાના બહાને કીમતી મોબાઇલ લઈને પલાયન થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અંધેરી-વેસ્ટના ચારબંગલા વિસ્તાર નજીક રહેતી ૪૧ વર્ષની સ્ટ્રગલિંગ ઍક્ટ્રેસને કામ આપવાના બહાને પ્રોડ્યુસર તરીકે ઓળખ આપીને એક ગઠિયો તેનો કીમતી મોબાઇલ મંગળવારે સાંજે આંચકી ગયો હતો. આ મામલે આંબોલી પોલીસે સ્ટ્રગલિંગ ઍક્ટ્રેસની ફરિયાદના આધારે પ્રોડ્યુસર તરીકે ઓળખ આપનાર સાહિલ નામના ગઠિયા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ તેમ જ ટેક્નિકલ માહિતીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. એ ઉપરાંત પોલીસે મોબાઇલનું પણ ટ્રૅકિંગ શરૂ કરી દીધું છે.

આંબોલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે ઓળખ આપીને ફરિયાદી મહિલાને શૂટિંગની મીટિંગ માટે મંગળવારે સાંજે જોગેશ્વરી-વેસ્ટના એસ.વી. રોડ પર આવેલા મૅક્ડોનલ્ડ્સ ખાતે બોલાવવામાં આવી હતી. અભિનેત્રી રાત્રે સાડાનવ વાગ્યે ત્યાં પહોંચી ત્યારે પ્રોડ્યુસર તરીકે ઓળખ આપનાર સાહિલે જણાવ્યું કે જેમના સીક્રેટ પ્રોજેક્ટ માટે મીટિંગ છે તે સર ટૂંક સમયમાં આવી રહ્યા છે. મીટિંગની રાહ જોતી વખતે સાહિલે તેનો ફોન બંધ થઈ ગયો હોવાનું બહાનું બતાવ્યું અને એક નંબર પર ફોન લગાવી આપવા કહ્યું હતું. પ્રોડ્યુસર હોવાની ઓળખ આપતો હોવાથી અભિનેત્રી મહિલાએ વિશ્વાસ રાખીને પોતાનો મોબાઇલ સાહિલના હાથમાં આપ્યો હતો. ત્યાર બાદ સાહિલ વાત કરવાના બહાને રેસ્ટોરાંના ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો અને ત્યાંથી મોબાઇલ લઈને રફુચક્કર થઈ ગયો હતો. લાંબા સમય સુધી સાહિલ પાછો ન આવતાં અને આસપાસ શોધખોળ કરવા છતાં ન મળતાં અભિનેત્રીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ખાતરી થઈ હતી. અંતે તેણે અમારી પાસે ફરિયાદ નોંધ કરાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK