આ સર્વેનાં તારણો મુજબ તમાકુ અને દારૂના સેવનમાં થોડો ઘટાડો નોંધાયો છે જે એક રાહતના સમાચાર છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6)ના તાજેતરના આંકડા અનુસાર મુંબઈ અને પુણે જેવા શહેરી વિસ્તારોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે.
અહેવાલ મુજબ, રાજ્યમાં હાઈ બ્લડ-શુગર ધરાવતી અથવા ડાયાબિટીઝની દવા લેતી મહિલાઓનું પ્રમાણ અગાઉના ૧૨.૪ ટકાથી વધીને ૧૬ થયું છે, જ્યારે પુરુષોમાં આ આંકડો ૧૩.૬૪ ટકાથી વધીને ૧૭.૭ ટકાએ પહોંચ્યો છે. શહેરી વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ ચિંતાજનક સ્તરે છે, જ્યાં ૧૯.૩ ટકા મહિલાઓ અને ૨૦.૪ ટકા પુરુષોને ડાયાબિટીઝ છે.
ADVERTISEMENT
બીજી તરફ, હાઇપરટેન્શનના કેસોમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં આશરે ૩૦ ટકા પુરુષો અને ૨૬ ટકા મહિલાઓ હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ૨૪.૨ ટકા મહિલાઓ હાઇપરટેન્શનથી પીડાતી હોવાનું બહાર આવ્યું છે.
