હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ વિસ્તારમાં બહુપત્નીત્વની પ્રાચીન પરંપરા ફરી જીવંત થઈ છે. અહીં થિંડો કુળના બે ભાઈઓએ કુન્હટ ગામની એક જ છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. હાટી સમાજમાં આને ‘ઉજલા પક્ષ’ કહેવામાં આવે છે.
થિંડો કુળના બે ભાઈઓએ કુન્હટ ગામની એક જ છોકરી સાથે લગ્ન કર્યાં
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ વિસ્તારમાં બહુપત્નીત્વની પ્રાચીન પરંપરા ફરી જીવંત થઈ છે. અહીં થિંડો કુળના બે ભાઈઓએ કુન્હટ ગામની એક જ છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. હાટી સમાજમાં આને ‘ઉજલા પક્ષ’ કહેવામાં આવે છે. આ ગિરિપાર પ્રદેશની એક પ્રાચીન પરંપરા છે. સમય જતાં આ પરંપરા અદૃશ્ય થઈ ગઈ હતી. આ લગ્ન ૧૨થી ૧૪ જુલાઈ દરમ્યાન ત્રણ દિવસ સુધી ધામધૂમથી અને ધાર્મિક વિધિઓ સાથે ઊજવવામાં આવ્યાં હતાં, જેમાં ગામલોકોએ પણ ભાગ લીધો હતો. આ અનોખાં લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યાં છે. બન્ને વરરાજા શિક્ષિત છે. એક જળશક્તિ વિભાગમાં નોકરી કરે છે અને બીજો વિદેશમાં કામ કરે છે. સંયુક્ત કુટુંબ અને મિલકતના વિભાજનને રોકવા માટે અહીં બહુપત્નીત્વ હજી પ્રચલિત છે.


