દોડાદોડ, તાણ, દબાણ વગેરે કારણોથી લોકોમાં અનિદ્રા, અધકચરી ઊંઘ, રાતને બદલે દિવસે ઊંઘ આવવા જેવી સમસ્યા વધી ગઈ છે. આવી બીમારીઓની સારવાર માટે દિલ્હીમાં સ્લીપ સેન્ટર શરૂ થયું છે.
દિલ્હીમાં બન્યું પહેલું સ્લીપ સેન્ટર : આવો, સૂઓ અને બીમારી ભગાવો
દોડાદોડ, તાણ, દબાણ વગેરે કારણોથી લોકોમાં અનિદ્રા, અધકચરી ઊંઘ, રાતને બદલે દિવસે ઊંઘ આવવા જેવી સમસ્યા વધી ગઈ છે. આવી બીમારીઓની સારવાર માટે દિલ્હીમાં સ્લીપ સેન્ટર શરૂ થયું છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદે પહેલું સ્લીપ સેન્ટર ખોલ્યું છે. અહીં માત્ર નીંદર સંબંધી બીમારીઓ દૂર કરવામાં આવશે. દિલ્હીની આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટમાં દર મહિને ૧૦૦૦ જેટલા દરદીઓ નીંદર સંબંધી બીમારીની સારવાર માટે આવે છે. હવેથી આ તમામ દરદીઓની સારવાર ‘નિદ્રા નિદાન અનુસંધાન ચિકિત્સા પરામર્શ કેન્દ્ર’માં થશે. એમાં અનિદ્રા, હાઇફરસોમ્નિયા, સ્લીપ સાર્કાડિયન રિધમ ડિસઑર્ડર, નસકોરાંને કારણે નીંદર ન આવવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. એ માટે દરદીને આખી રાત સુવડાવવામાં આવશે. પછી લેવલ વન સોનોગ્રાફી મશીનમાં આખી રાત વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવશે. પછી નિષ્ણાતો અને તબીબો આખી રાત અભ્યાસ કરશે. નિદાનની સાથે-સાથે ફિઝિયોલૉજી રિસર્ચ પણ થઈ શકશે. ત્યાર પછી એની સારવાર કરવામાં આવશે.