Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીની મ​લ્ટિ-ફૉર્મેટ ઑસ્ટ્રેલિયા ટૂર આજે T20 સિરીઝથી શરૂ થશે

હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીની મ​લ્ટિ-ફૉર્મેટ ઑસ્ટ્રેલિયા ટૂર આજે T20 સિરીઝથી શરૂ થશે

Published : 15 February, 2026 11:06 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ પાંચમાંથી માત્ર એક T20 સિરીઝ જીતી છે, T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ માટે કાંગારૂઓ સામે રેકૉર્ડ સુધારવાનો પડકાર

T20 ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સોફી મૉલિનેક્સ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે.

T20 ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું ઑસ્ટ્રેલિયન કૅપ્ટન સોફી મૉલિનેક્સ અને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે.


ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની મલ્ટિ-ફૉર્મેટ ઑસ્ટ્રેલિયા ટૂર આજથી શરૂ થઈ રહી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડથી આજથી ૩ T20 મૅચની સિરીઝ શરૂ થશે. ૨૪ ફેબ્રુઆરીથી ૧ માર્ચ વચ્ચે ૩ વન-ડે મૅચની સિરીઝ રમાશે, જ્યારે ૬થી ૯ માર્ચ દરમ્યાન એકમાત્ર ટેસ્ટ-મૅચ રમાશે. હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વિદેશી ટૂર પર છે. 

ICC T20 રૅન્કિંગમાં ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ પહેલા ક્રમે અને ભારત ત્રીજા ક્રમે છે. બન્ને ટીમ આગામી T20 વર્લ્ડ કપની તૈયારી આ સિરીઝથી શરૂ કરશે. નવી મ​લ્ટિ-ફૉર્મેટ કૅપ્ટન સોફી મૉલિનેક્સ ભારત સામેની T20 સિરીઝ દરમ્યાન પ્રથમ વખત ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. સિરીઝની શરૂઆતમાં ભારતીય ટીમે ગવર્નર-જનરલ ઇલેવન સામેની પ્રૅક્ટિસ T20 મૅચમાં ૧૨૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. 

મૅચનો સમય : બપોરે ૧.૪૫ વાગ્યાથી

T20 હેડ ટુ હેડ રેકૉર્ડમાં ઑસ્ટ્રેલિયાનો દબદબો 

બન્ને ટીમ વચ્ચે ૨૦૦૮થી ૨૦૨૪ દરમ્યાન ૩૫ T20 મૅચ રમાઈ છે. એમાંથી ઑસ્ટ્રેલિયાએ ૨૬ અને ભારતે માત્ર ૮ મૅચ જીતી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. છેલ્લી ૧૦ ટક્કરમાં ઑસ્ટ્રેલિયા ભારત સામે ૮ મૅચ જીત્યું છે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ ત્રીજી વખત T20 સિરીઝ રમવા ઊતરશે. ભારતે આ હરીફ સામે પાંચમાંથી એકમાત્ર સિરીઝ ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૬માં જીતી હતી. ઑસ્ટ્રેલિયામાં ભારતની મહિલા ટીમ છેલ્લે સિડનીમાં જ ફેબ્રુઆરી ૨૦૨૦માં T20 મૅચ જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 11:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK