ઉત્તર પ્રદેશના આગરામાં અડધી રાતે એક યુવતી સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેરીને રિક્ષામાં નીકળી અને એક જગ્યાએ પહોંચીને ૧૧૨ નંબર ડાયલ કરીને કહ્યું કે ‘હું એકલી છું. મારે ઘરે જવું છે.’ થોડી જ વારમાં પોલીસ એ યુવતી પાસે પહોંચી ગઈ અને એ મહિલાને જોઈને દંગ થઈ ગઈ.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) સુકન્યા શર્મા
ઉત્તર પ્રદેશના આગરામાં અડધી રાતે એક યુવતી સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેરીને રિક્ષામાં નીકળી અને એક જગ્યાએ પહોંચીને ૧૧૨ નંબર ડાયલ કરીને કહ્યું કે ‘હું એકલી છું. મારે ઘરે જવું છે.’ થોડી જ વારમાં પોલીસ એ યુવતી પાસે પહોંચી ગઈ અને એ મહિલાને જોઈને દંગ થઈ ગઈ. કારણ કે એ મહિલા આગરાનાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) સુકન્યા શર્મા હતાં. આગરામાં થોડા સમયમાં રાતે એકલી નીકળતી મહિલાઓ માટે ‘વુમન સેફ’ રિક્ષા શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. પોલીસે આવા ૧૦૦ રિક્ષાચાલકો પસંદ કર્યા છે. એ લોકો રિક્ષા પર આ સૂત્ર લખશે. કોઈ મહિલા ૧૧૨ નંબર પર મદદ માગશે એટલે ત્યાં રિક્ષાચાલકને મોકલાશે. આ રીતે કામ થઈ શકશે કે નહીં એ તપાસવા માટે સુકન્યા શર્માએ વેશપલટો કરીને પોલીસ કામગીરીનું ઇન્સ્પેક્શન કર્યું હતું.


