સાતેક કિલોમીટર દૂર સુધી ગયા પછી તેને લાઇફબોટની હેલ્પ મળતાં તેને બચાવી લેવામાં આવી હતી.
પછી તેને લાઇફબોટની હેલ્પ મળતાં તેને બચાવી લેવામાં આવી હતી
ભગવાન જેને રાખે તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. બિહારના મુંગેરમાં રહેતાં કુમકુમદેવી નામની મહિલા સાથે આવું જ કંઈક થયું હતું. કુમકુમદેવી બિહારના સુલતાનગંજમાં આવેલા નમામિ ગંગે ઘાટ પર નાહવા ગઈ ત્યારે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ તેજ થતાં તે તણાઈ ગઈ હતી. પાણીના તેજ પ્રવાહમાં દૂર સુધી તણાઈ ગયા પછી એક તબક્કે તેને લાગ્યું કે હવે તો બચી નહીં જ શકાય. જોકે એવામાં તેને એક મૃત શરીર પાણીમાં તરતું દેખાયું. એ શબને તેણે સહારો બનાવી લીધો. જ્યારે પ્રવાહની થપાટ વધુ લાગતી ત્યારે તે મૃતદેહના સહારે પાણી પર ટકી રહી. સાતેક કિલોમીટર દૂર સુધી ગયા પછી તેને લાઇફબોટની હેલ્પ મળતાં તેને બચાવી લેવામાં આવી હતી.


