Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જેલી જેવો રોબો જે વીજળીની મદદથી બદલે છે પોતાનું બૉડી

જેલી જેવો રોબો જે વીજળીની મદદથી બદલે છે પોતાનું બૉડી

Published : 10 February, 2026 11:36 AM | IST | Britain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનમાં વિકસેલી ટેક્નૉલૉજી મુજબ હવે જેલી જેવા રોબોની દુનિયા પણ ખૂલી ગઈ છે

જેલી જેવો રોબો

અજબ ગજબ

જેલી જેવો રોબો


કલ્પના કરો કે કોઈ એવું મશીન હોય જે હાડકાંઓ કે મેટલ જેવું સખત નહીં પણ જેલી જેવું નરમ હોય અને જેમ ચાહો એવો આકાર પામી શકે એમ હોય. બ્રિટનમાં વિકસેલી ટેક્નૉલૉજી મુજબ હવે જેલી જેવા રોબોની દુનિયા પણ ખૂલી ગઈ છે. બ્રિટલ યુનિવર્સિટી અને કીન મૅરી યુનિવર્સિટી ઑફ લંડનના વૈજ્ઞાનિકોએ એક અનોખો સૉફ્ટ રોબો તૈયાર કર્યો છે જે દેખાવમાં જેલી જેવો દેખાય છે. ઇલેક્ટ્રિક ફીલ્ડની મદદથી એ આકાર બદલી શકે છે. એટલું જ નહીં, એમાં મોટર, ગિઅર કે સખત પાર્ટ જોડવાની કોઈ જરૂર પણ નથી. ઇલેક્ટ્રિસિટીની મદદથી આ જેલી જેવા રોબો જાતે જ શરીરને ખેંચી, મરોડી અને ઘુમાવી શકે છે. એક રીતે જોઈએ તો જિમ્નૅસ્ટ જેવી લવચીકતા આ રોબોમાં હોય છે જે છત પરથી લટકીને ઝૂલી પણ શકે છે. ફ્લેક્સિબિલિટી જાળવી શકાય એ માટે આ રોબો સ્માર્ટ મટીરિયલથી બન્યો છે જેને ઇલેક્ટ્રો-મૉર્ફિંગ જેલ કહેવાય છે. એમાં ખૂબ જ હલકા ઇલેક્ટ્રોલ લાગેલા છે જે વીજળીની અસર પર તરત પ્રતિક્રિયા આપે છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 11:36 AM IST | Britain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK