લગ્ન પછી સમન્થાએ ઘણી વખત રાજ સાથેની પોતાની રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.
તસવીર : શાદાબ ખાન
સમન્થા રુથ પ્રભુએ ગયા વર્ષે પહેલી ડિસેમ્બરે ફિલ્મમેકર રાજ નિધિમોરુ સાથે લગ્ન કર્યાં છે. લગ્ન પછી સમન્થાએ ઘણી વખત રાજ સાથેની પોતાની રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.
રવિવારે સમન્થા પતિ રાજ સાથે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ ગાર્ડનમાં યોજાયેલી વર્લ્ડ પિકલબૉલ લીગ ૨૦૨૬માં પોતાની ટીમ ચેન્નઈ સુપર ચૅમ્પ્સને પ્રોત્સાહન આપવા હાજર રહી હતી. અહીં સમન્થાએ હોંશે-હોંશે પોતાનું સ્ટાઇલિશ મંગળસૂત્ર ફ્લૉન્ટ કર્યું હતું. તેનું આ મંગળસૂત્ર પરંપરાગત મંગળસૂત્ર કરતાં સાવ અલગ ડિઝાઇનવાળું હતું અને સમન્થાના ગ્લૅમરમાં વધારો કરતું હતું.


