Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હી ખેલ મહાકુંભનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો શિખર ધવન

દિલ્હી ખેલ મહાકુંભનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બન્યો શિખર ધવન

Published : 10 February, 2026 01:07 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી ખેલ મહાકુંભની પ્રથમ આવૃત્તિ ૧૩ ફેબ્રુઆરીથી રાજધાનીનાં ૧૬ સ્થળોએ યોજાશે

શિખર ધવન

શિખર ધવન


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનને તેના રાજ્યના પ્રથમ ખેલ મહાકુંભનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર નિયુક્ત કરવામાં આવ્યો છે. દિલ્હી ખેલ મહાકુંભનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતમાં ભાગીદારીને મજબૂત બનાવવા અને દેશની રાજધાનીમાંથી પ્રતિભાઓની ઓળખ કરવાનો છે.

દિલ્હી ખેલ મહાકુંભની પ્રથમ આવૃત્તિ ૧૩ ફેબ્રુઆરીથી રાજધાનીનાં ૧૬ સ્થળોએ યોજાશે. દિલ્હીના તમામ ૧૨ જિલ્લાઓના હજારો યુવા રમતવીરો બાસ્કેટબૉલ, ફુટબૉલ, ઍથ્લેટિક્સ, કબડ્ડી, કુસ્તી, સ્ક્વૉશ અને વૉલીબૉલમાં ભાગ લેશે. હાલમાં ગોવામાં ૪૦ વર્ષના શિખર ધવનની આગેવાનીમાં ગોવામાં વર્લ્ડ લેજન્ડ્સ પ્રો T20 લીગમાં દુબઈ રૉયલ્સની ટીમ વિજેતા બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 01:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK