Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાળ ઠાકરે અને આનંદ દીઘેના સપનાને સાકાર કરવા એકનાથ શિંદે અથાગ મહેનત કરી રહ્યા છે

બાળ ઠાકરે અને આનંદ દીઘેના સપનાને સાકાર કરવા એકનાથ શિંદે અથાગ મહેનત કરી રહ્યા છે

Published : 10 February, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદેને જન્મદિવસની શુભેચ્છા આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

એકનાથ શિંદે અને નરેન્દ્ર મોદી

એકનાથ શિંદે અને નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જન્મદિવસની શુભેચ્છાઓ આપીને રાજ્યના વિકાસ માટેના તેમના કાર્યની પ્રશંસા કરી હતી. શિવસેનાના વડા એકનાથ શિંદે સોમવારે ૬૨ વર્ષના થયા હતા. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘એકનાથ શિંદે મહારાષ્ટ્રના વિકાસને આગળ વધારવા અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના વિઝનને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ધર્મવીર આનંદ દીઘેનાં સપનાંઓને સાકાર કરવા માટે તેઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.’ 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક હસ્તીઓએ એકનાથ શિંદેને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. જોકે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના તાજેતરમાં થયેલા અવસાનને પગલે એકનાથ શિંદેએ જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK