ન્યુ જર્સીની ખેડૂતે ગાયોને વિરાટ કદનાં ક્રિસમસ-સ્વેટર્સ પહેરાવ્યાં
ન્યુ જર્સીની ખેડૂતે ગાયોને વિરાટ કદનાં ક્રિસમસ-સ્વેટર્સ પહેરાવ્યાં
અમેરિકાના ન્યુ જર્સી સ્ટેટની એક મહિલા ખેડૂતે તેના ડેરી ફાર્મની ગાયોને ક્રિસમસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરવા માટે સ્વેટર્સ પહેરાવ્યાં છે. સેન્ટ ઝેવિયરના લૉજ ફાર્મના ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી બૅકી હાઉઝે તેના ડેરી ફાર્મની ગાયો કૅરલ, હૉલી, મૅરી, નોએલ અન મારિયા ડેરીને તહેવારોની ચોક્કસ ડિઝાઇનનાં સ્વેટર્સ પહેરાવ્યાં હતાં. બૅકીને તહેવારો અને ઉજવણીઓ ખૂબ ગમે છે.
આ પણ વાંચો : એક રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક ૨.૧૬ લાખ રૂપિયામાં વેચાઈ
ADVERTISEMENT
તે કહે છે, ‘મારું ચાલે તો હું ઑક્ટોબર મહિનાથી ફાર્મમાં ક્રિસમસનાં ગીતો ગવડાવું અને ઉત્સવનો આનંદપ્રમાદ શરૂ કરી દઉં, કારણ કે અમે સાધારણ રીતે એક-બે અઠવાડિયાં પહેલાં શરૂઆત કરવા માંડીએ છીએ.’