Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૮ મહિનાની બાળકી ચોથા માળેથી બીજા માળે પડી : રહેવાસીઓએ હેમખેમ ઉગારી લીધી

૮ મહિનાની બાળકી ચોથા માળેથી બીજા માળે પડી : રહેવાસીઓએ હેમખેમ ઉગારી લીધી

30 April, 2024 10:09 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વ્યક્તિના સપોર્ટથી તેને નીચે ઉતારી લેવામાં આવી હતી.

વાઇરલ વિડિયોની તસવીર

અજબ ગજબ

વાઇરલ વિડિયોની તસવીર


ચેન્નઈમાં એક અપાર્ટમેન્ટના ચોથા માળેથી બીજા માળ પર પડી ગયેલી આઠ મહિનાની બાળકીનું રહેવાસીઓએ દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. રવિવારે આ બાળકી કોઈક કારણસર ચોથા માળેથી બીજા માળે આવેલા ટિન શેડ પર પડી હતી. ઊંધી પડેલી બાળકીના પગ હવામાં લટકતા હતા અને એને જોઈને અપાર્ટમેન્ટમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેઓ નીચે ચાદર અને ગાદલું લઈને ઊભા રહી ગયા હતા જેથી બાળકી જમીન પર પડી જાય તો તેને ઈજા ન પહોંચે. એ દરમ્યાન ત્રણ વ્યક્તિએ પહેલા માળની બારીમાંથી છાપરા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. થોડી વાર પછી માંડ-માંડ એક જણનો હાથ બાળકી સુધી પહોંચ્યો અને બાકીની બે વ્યક્તિના સપોર્ટથી તેને નીચે ઉતારી લેવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર આ વિડિયો જોનારાના ધબકારા વધી ગયા હતા, પણ બાળકીને હેમખેમ જોઈને તેમણે રહેવાસીઓને શાબાશી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:09 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK