તાજેતરમાં આ બૅન્ડે યાદગાર પર્ફોર્મન્સ આપ્યો હતો અને સંખ્યાબંધ યુવાનો તેમના સંગીત પર ઝૂમ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
રૂઢિચુસ્ત દેશ સાઉદી અરેબિયામાં મહિલાઓ માટે નવો અધ્યાય લખાઈ રહ્યો છે અને તેમને કળાનાં ક્ષેત્રોમાં પણ સ્વતંત્રતા મળી રહી છે. રિયાધમાં ‘સીરા’ નામનું મહિલાઓનું બૅન્ડ સ્ટેજ પરથી પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડે છે. થોડાં વર્ષો પહેલાં આ દૃશ્યની કલ્પના કરવી અશક્ય હતી. તાજેતરમાં આ બૅન્ડે યાદગાર પર્ફોર્મન્સ આપ્યો હતો અને સંખ્યાબંધ યુવાનો તેમના સંગીત પર ઝૂમ્યા હતા. સીરાના બૅન્ડ-મેમ્બર્સ પરંપરાગત અરેબિક ધૂન સાથે મૉડર્ન સાઉન્ડનો ઉપયોગ કરે છે. સીરા આ વર્ષે તેમનું પહેલું આલબમ બહાર પાડવાનું છે. એ ઉપરાંત દુબઈમાં ઇન્ટરનૅશનલ કૉન્સર્ટ સાથે તેમને પહેલી વાર સાઉદી અરેબિયાની બહાર પર્ફોર્મ કરવાની તક મળશે. સાઉદી અરેબિયાનું પહેલું ફીમેલ રૉક બૅન્ડ કહેવાતું ‘ધ ઍકોલેડ’ ૨૦૦૮માં અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિક પ્લે કરતું હતું, પણ સીરા બૅન્ડ માટે હવે માર્ગ મોકળો થઈ ગયો છે.

