૭.૧ ફુટ ઊંચો કોથમીરનો છોડ
કોથમીરનો છોડ આટલો લાંબો
ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં ૪૭ વર્ષના ગોપાલ દત્ત ઉપરેતીના ઑર્ગેનિક ફાર્મમાં એક અતિ જાયન્ટ કોથમીરનો છોડ ઊગ્યો છે. એની ઊંચાઈ છે ૭.૧ ફુટ, જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. ગોપાલ દત્તનું કહેવું છે કે તે ટ્રેડિશનલ હિમાલયન પદ્ધતિથી ઑર્ગેનિક ફાર્મિંગ કરે છે જેને કારણે આ સંભવ બન્યું છે. આ પહેલાંનો સૌથી ઊંચા કોથમીરના છોડનો રેકૉકર્ડ ૫.૩ ફુટનો હતો.