આ ઇવેન્ટ થકી પૈસા એકત્ર કરીને રખડતા અને બીમાર કૂતરાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું
પૂલ-પાર્ટી
અમેરિકાના નેવાડામાં એક અનોખી પૂલ-પાર્ટી થઈ. એમાં માત્ર માણસો જ નહીં, પાળેલા શ્વાનોએ પણ ભાગ લીધો હતો. કાઉબુંગા વેગસ નામના વૉટર પાર્કમાં યોજાયેલી પૂલ-પાર્ટીમાં ખાસ ડૉગીઝ માટે વેવ-પૂલ અને સ્પ્લેશ્ડ પૅડ તૈયાર કરવામાં આવ્યું હતું. આ પૂલમાં ૨૯૬ કૂતરાઓએ એક સાથે વેવ-પૂલમાં ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચ્યો હતો. આ કોઈ ટાઇમપાસ ઍક્ટિવિટી નહોતી. અમેરિકામાં ઑક્ટોબરના પહેલા વીકમાં નૅશનલ ડૉગ વીક મનાવાય છે. આ ઇવેન્ટ થકી પૈસા એકત્ર કરીને રખડતા અને બીમાર કૂતરાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ પૈસાથી લાવારિસ કૂતરાઓને નવા દત્તક પેરન્ટ્સ સાથે મળાવવાનું કામ થશે.
