કુમાર ચવાણ તેની ઑનલાઇન જુગારની આદતને પોષવા માટે ચેઇનસ્નૅચિંગ કરતો હતો.
બ્લિન્કઇટના ડિલિવરી-બૉયને પોલીસે પકડી પાડ્યો હતો.
નવી મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકે બ્લિન્કઇટના ૨૪ વર્ષના ડિલિવરી-બૉય અને રીઢા ચેઇનસ્નૅચર કુમાર ચવાણને સ્કૂટર પર ભાગવાનો પ્રયાસ કરતી વખતે પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ડિલિવરીના કામના કારણે તેને સાનપાડા, વાશી અને કોપરખૈરણેના રસ્તાઓ, લેન અને રૂટ વિશે વિગતવાર જાણકારી હતી જેનો ઉપયોગ તેણે ચેઇનસ્નૅચિંગના ગુનાઓ કરતી વખતે કર્યો હતો. પોલીસે કુમાર ચવાણ સાથે જોડાયેલા ૯ કેસ શોધી કાઢ્યા છે અને ગુનાઓમાં કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા સ્કૂટર ઉપરાંત ૬૮.૮૪ ગ્રામ વજનનાં સોનાનાં ૮ મંગળસૂત્ર અને ચેઇન રિકવર કર્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે કુમાર ચવાણ તેની ઑનલાઇન જુગારની આદતને પોષવા માટે ચેઇનસ્નૅચિંગ કરતો હતો.
