Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > TIME 100 Next 2026માં વૈભવ સૂર્યવંશી, એકમાત્ર ભારતીય ખેલાડી

TIME 100 Next 2026માં વૈભવ સૂર્યવંશી, એકમાત્ર ભારતીય ખેલાડી

Published : 01 October, 2026 06:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વર્ષે પસંદ કરાયેલા સાત ખેલાડીઓમાં તે એકમાત્ર ક્રિકેટર છે. તેની સાથે અમેરિકન ફૂટબૉલ ખેલાડી આર્ચ મૅનિંગ, NBA ખેલાડી ટાયરિસ મૅક્સી, ફૂટબૉલ ખેલાડીઓ નાઓમી ગિર્મા અને ફોલારિન બાલોગન, ટેનિસ ખેલાડી એલેક્ઝાન્ડ્રા ઈલા, બાસ્કેટબૉલ ખેલાડી ઓલિવિયા માઇલ્સ.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


15 વર્ષનો વૈભવ સૂર્યવંશી TIME 100 Next 2026ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. TIMEએ તેને ‘Phenoms’ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટના યુવા બૅટર વૈભવ સૂર્યવંશીને ટાઇમ મૅગેઝિનની TIME 100 Next 2026ની યાદીમાં સ્થાન મળ્યું છે. વિશ્વનાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી આગવી ઓળખ ઊભી કરી રહેલી 100 પ્રતિભાઓની આ યાદીમાં સ્થાન મેળવનારો વૈભવ એકમાત્ર ભારતીય ખેલાડી અને સૌથી નાની ઉંમરની વ્યક્તિ છે.  15 વર્ષના વૈભવને ‘Phenoms’ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પસંદ કરાયેલા સાત ખેલાડીઓમાં તે એકમાત્ર ક્રિકેટર છે. તેની સાથે અમેરિકન ફૂટબૉલ ખેલાડી આર્ચ મૅનિંગ, NBA ખેલાડી ટાયરિસ મૅક્સી, ફૂટબૉલ ખેલાડીઓ નાઓમી ગિર્મા અને ફોલારિન બાલોગન, ટેનિસ ખેલાડી એલેક્ઝાન્ડ્રા ઈલા તથા બાસ્કેટબૉલ ખેલાડી ઓલિવિયા માઇલ્સને પણ સ્થાન મળ્યું છે.


15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ



વૈભવે જુલાઈ 2026માં ઇંગ્લૅન્ડ સામે T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યૂ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા ક્રિકેટર બનવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ડેબ્યૂ સમયે તેની ઉંમર 15 વર્ષ અને 99 દિવસ હતી. આ સાથે તેણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરનારા સચિન તેંડુલકરનો રેકૉર્ડ તોડ્યો હતો.  વૈભવે જાન્યુઆરી 2024માં માત્ર 12 વર્ષની ઉંમરે બિહાર તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. એ જ વર્ષે યોજાયેલા IPL ઑક્શનમાં રાજસ્થાન રૉયલ્સે તેને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 13 વર્ષની ઉંમરે IPL ટીમ સાથે જોડાઈને તે ઑક્શનમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. વૈભવે IPL 2025માં સાત ઇનિંગ્સમાં 252 રન ફટકારીને પોતાની વિસ્ફોટક બૅટિંગની ઓળખ ઊભી કરી હતી. ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બૉલમાં ફટકારેલી તેની સેન્ચુરી IPLમાં કોઈ ભારતીય બૅટરે નોંધાવેલી સૌથી ઝડપી સેન્ચુરી હતી. 



IPL 2026માં 776 રન સાથે ઑરેન્જ કૅપ


વૈભવે પોતાની બીજી IPL સીઝનમાં 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા હતા, જેમાં એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે તે IPLની ઑરેન્જ કૅપ જીતનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે IPL 2026માં રેકૉર્ડ 72 સિક્સર ફટકારી હતી. સીઝન દરમિયાન તેની સ્ટ્રાઇક-રેટ 237થી વધુ રહી હતી.  જૂનમાં કોલંબોમાં શ્રીલંકા-A સામે ઇન્ડિયા-A તરફથી રમતાં વૈભવે માત્ર 11 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. આ સાથે તેણે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરીનો વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો.  વૈભવ ત્યાર બાદ દુલીપ ટ્રોફી જીતનારી ઈસ્ટ ઝોન ટીમનો વાઇસ-કૅપ્ટન બન્યો હતો. હાલમાં તે જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.



2025માં યશસ્વી જયસવાલને મળ્યું હતું સ્થાન

ગયા વર્ષે ભારતીય ક્રિકેટર યશસ્વી જયસવાલને TIME 100 Next 2025માં સ્થાન મળ્યું હતું. એ વર્ષની યાદીમાં સામેલ થનારો તે એકમાત્ર ક્રિકેટર હતો. હવે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે આ યાદીમાં સ્થાન મેળવીને ભારતીય ક્રિકેટની ઊભરતી પેઢીમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK