સિક્યૉરિટી ગાર્ડ સાથે સેલ્ફી ક્લિક કરાવતી વખતે ઇબ્રાહિમ અલી ખાનનાં કપડાં પર ઢોળાઈ ગઈ કૉફી, સૈફ અલી ખાનના દીકરા અને ઍક્ટર ઇબ્રાહિમ અલી ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.
એ...એ...એ... પડી
સૈફ અલી ખાનના દીકરા અને ઍક્ટર ઇબ્રાહિમ અલી ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આ વખતે ઍરપોર્ટ પરની તેની એક સામાન્ય ઘટના ઇન્ટરનેટ યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે. હકીકતમાં ઍરપોર્ટ પર ઇબ્રાહિમ એક સિક્યૉરિટી ગાર્ડ સાથે તસવીર પડાવી રહ્યો હતો ત્યારે અચાનક તેનાં કપડાં પર કૉફી ઢોળાઈ ગઈ હતી, ત્યાર બાદ ઇબ્રાહિમનું રીઍક્શન કૅમેરામાં કેદ થઈ ગયું હતું.
આ વિડિયોમાં ઇબ્રાહિમ ઍરપોર્ટ પર બ્લૅક કો-ઑર્ડ સેટમાં જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન ત્યાં હાજર એક સિક્યૉરિટી ગાર્ડે તેની સાથે તસવીર પડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ઇબ્રાહિમે પણ કોઈ સંકોચ વિના તેની વાત માની લીધી અને તેની સાથે સેલ્ફી લેવા લાગ્યો. એ જ સમયે અચાનક કૉફી તેનાં કપડાં પર ઢોળાઈ ગઈ. કૉફી ઢોળાતાં જ ઇબ્રાહિમે તરત નીચે પોતાનાં કપડાં તરફ જોયું.
તેના ચહેરા પર થોડી ક્ષણો માટે આશ્ચર્ય સ્પષ્ટ જોવા મળ્યું. તે કપડાં પર પડેલા ડાઘને જોવા લાગ્યો અને સમગ્ર ઘટના કૅમેરામાં રેકૉર્ડ થઈ ગઈ. આ નાનકડી ઘટના હવે સોશ્યલ મીડિયા પર ખૂબ શૅર થઈ રહી છે.
