આ યાત્રા માટે માત્ર ૧૧ દિવસમાં ૧૬ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
ચાર ધામ
આગામી ૧૦ મેથી ચારધામ યાત્રા શરૂ થશે. આ યાત્રા માટે માત્ર ૧૧ દિવસમાં ૧૬ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ અને કેદારનાથની આ યાત્રા માટે અગાઉથી રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ઉત્તરાખંડના પ્રવાસન નિગમ દ્વારા યાત્રાળુઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ બુકિંગની રકમ ૧૦૦ કરોડ રૂપિયાને પાર થઈ છે. ગયા વર્ષે રેકૉર્ડબ્રેક પંચાવન લાખથી વધારે લોકોએ ચારધામ યાત્રા કરી હતી. આ વખતે રેકૉર્ડ તૂટશે એવો અંદાજ છે. યાત્રા દરમ્યાન ઠેર-ઠેર હેલ્થ ચેકઅપ પૉઇન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં કોઈ પણ શ્રદ્ધાળુ વિનામૂલ્ય આરોગ્યની ચકાસણી કરી શકશે. સાથે જ મોબાઇલ ફોન ચાર્જિંગ માટે પણ યાત્રાના રૂટ પર ચાર્જિંગ પૉઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.

