૧૦૩ વર્ષના દાદીએ કોરોનાને માત આપી, અને એની ઊજવણીમાં પીધી ચિલ્ડ બિયર
103 વર્ષના દાદી
અમેરિકાના મૅસેચુસેટ્સમાં રહેતાં જેની સ્ટેના નામનાં ૧૦૩ વર્ષનાં માજીને કોરોનાનો ચેપ લાગી ગયેલો. તેમની ઉંમર અને શરીરની કન્ડિશન જોતાં ડૉક્ટરો જ નહીં, તેમની પૌત્રી શેલી ગને પણ દાદીમા હવે નહીં રહે એવું સ્વીકારી લીધેલું. હૉસ્પિટલમાં જતી વખતે જેની દાદીએ બધાને આવજો પણ કહી દીધેલું કે હવે ફરી નહીં મળી શકાય, મારો સ્વર્ગમાં જવાનો સમય આવી ગયો છે. એમ છતાં જબરો ફાઇટિંગ સ્પિરિટ ધરાવતાં જેનીએ હૉસ્પિટલમાં રહીને કોરોનાને માત આપી. ત્રણ વીકમાં માજી ઘરે પાછાં પણ આવી ગયાં એટલે પૌત્રીએ પૂછ્યું કે આ જીતને કઈ રીતે સેલિબ્રેટ કરવી છે? આપણને નવાઈ લાગે, પણ માજીએ પથારીમાં પડ્યે-પડ્યે પણ ચિલ્ડ બિયર પીવા માગી અને પીધી પણ ખરી.