હવામાં અધવચ્ચે જુદાં-જુદાં ફૉર્મેશન્સ રચીને બે વર્લ્ડ રેકૉર્ડ તોડ્યા હતા
૧૦૧ સ્કાયડાઇવર્સે વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો
કૅલિફૉર્નિયામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦૧ સ્કાયડાઇવર્સના એક ગ્રુપે ૧૫ એપ્રિલે હવામાં અધવચ્ચે જુદાં-જુદાં ફૉર્મેશન્સ રચીને બે વર્લ્ડ રેકૉર્ડ તોડ્યા હતા. આ સ્કાયડાઇવર્સે સ્કાયડાઇવ પૅરિસ નામના સ્કાયડાઇવિંગ સેન્ટરમાં આ પ્રયાસ કર્યો હતો. આ પહેલાંનો રેકૉર્ડ ૨૦૧૮માં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૭૫ સ્કાયડાઇવર્સના ગ્રુપે રચ્યો હતો. કૅલિફૉર્નિયાના આ ગ્રુપે આ પહેલાં ૨૦૨૨માં રેકૉર્ડ માટે પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

જોકે ખરાબ હવામાનના કારણે તેઓ પર્ફેક્ટ ફૉર્મેશન નહોતા રચી શક્યા. તેમણે બીજા દિવસે રેકૉર્ડ તોડ્યો હતો કે જ્યારે ૯૫ સ્કાયડાઇવર્સે એક ફૉર્મેશન કમ્પ્લીટ કર્યું હતું.


