એક વિચિત્ર અને ચિંતાજનક કિસ્સામાં સ્વીડનમાં ૧૦ મહિનાની એક બાળકીને માઇક્રોપેનિસ ઊગી નીકળી હતી. આ બાળકી તેના પિતાની છાતી પર લાંબા સમય સુધી સૂતી રહેતી હતી. તેના પિતાએ છાતીમાં ટેસ્ટોસ્ટેરોન જેલ લગાવી હતી.
પ્રતીકાત્મક તસવીર
એક વિચિત્ર અને ચિંતાજનક કિસ્સામાં સ્વીડનમાં ૧૦ મહિનાની એક બાળકીને માઇક્રોપેનિસ ઊગી નીકળી હતી. આ બાળકી તેના પિતાની છાતી પર લાંબા સમય સુધી સૂતી રહેતી હતી. તેના પિતાએ છાતીમાં ટેસ્ટોસ્ટેરોન જેલ લગાવી હતી. આ અસામાન્ય મેડિકલ ઘટના છે અને આ વિશે ઑનલાઇન અને મેડિકૅર સમુદાયમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કેસ ત્વચાથી ત્વચાના સંપર્ક દ્વારા હૉર્મોનના આકસ્મિક સંપર્કનાં સંભવિત જોખમોને ઉજાગર કરે છે. એક સ્વીડિશ ડૉક્ટરે પણ ચેતવણી ઉચ્ચારીને ખુલાસો કર્યો છે કે તેણે બાળકો સાથે સંકળાયેલા આવા ઓછામાં ઓછા અડધો ડઝન સમાન કેસોનો સામનો કર્યો છે.


