Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Lok Sabha Elections 2024: પીએમ નરેન્દ્ર મોદીનો રાજસ્થાનના દૌસામાં ભવ્ય રોડ શો

Lok Sabha Elections 2024: પીએમ નરેન્દ્ર મોદીનો રાજસ્થાનના દૌસામાં ભવ્ય રોડ શો

13 April, 2024 11:40 IST | Rajasthan

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો અને પક્ષના સભ્યો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 એપ્રિલે રાજસ્થાનના દૌસામાં રોડ શો કર્યો હતો. આ રોડ શો વિધાનસભા ચૂંટણીના પરિણામોના આંકડાઓનું પુનરાવર્તન કરવા માટે ભાજપનું એક મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીને પોતાનું સમર્થન દર્શાવવા રોડ શો માટે બીજેપીના ઝંડાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો માટે બે તબક્કામાં 19 એપ્રિલે અને 26 એપ્રિલે  મતદાન થશે પરિણામ 4 જૂને જાહેર થશે.

13 April, 2024 11:40 IST | Rajasthan

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK