Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુવાનો તમારી સ્કિલ્સને તમારી આવડત બનાવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

યુવાનો તમારી સ્કિલ્સને તમારી આવડત બનાવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

15 July, 2020 01:24 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યુવાનો તમારી સ્કિલ્સને તમારી આવડત બનાવો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય: એએનઆઈ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય: એએનઆઈ)


આજે 'વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે' નિમિત્તે માનનીય વડાપ્રધાને દેશના યુવાનોનું ડિજિટલ કોન્કલેવમાં સંબોધન કર્યું હતું. દર વર્ષે 15 જુલાઈએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે મનાવવામાં આવે છે. આજના સંબોધનમાં વડાપ્ચરધાનેવ કહ્યું હતું કે, આજનો દિવસ 21મી સદીના યુવાનોને સમર્પિત છે. સ્કિલ યુવાઓની સૌથી મોટી તાકાત છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોના સંકટમાં લોકો પૂછે કે આખરે આજના આ સમયમાં કેવી રીતે આગળ વધી શકાય તો તેનો એક માત્ર મંત્ર છે કે તમે તમારી સ્કિલને તમારી આવડતને બનાવો. હવે તમારે નવી આવડત શીખવી પડશે. દેશના યુવાનોને વિશ્વની જરૂરિયાતો વિશે ચોક્કસ માહિતી આપવાની કોશિશ કરી રહ્યાં છીએ. નાની-મોટી દરેક સ્કિલ આત્મનિર્ભર ભારતની મોટી તાકાત બનશે. સફળ વ્યક્તિની એ નિશાની હોય છે કે તે દરેક સ્કીલ વધારવા માટે નવીનવી તકો શોધે છે. કંઈક શીખવાની ઈચ્છા ન થવાથી જીવન થંભી જાય છે. સ્કિલ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. સ્કિલ પ્રત્યે આકર્ષણ જીવવાની તાકાત આપે છે.



પોતાના બાળપણનો એક કિસ્સો શૅર કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું યુવા અવસ્થામાં ટ્રાઈબલ બેલ્ટમાં વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો. એક વખત એક સંસ્થા સાથે ગામમાં જવાનું હતું પરંતુ અમરી ગાડી ચાલી જ નહે. એટલે મિકેનિકને બોલાવવો પડયો અને તેણે બે મિનિટમાં ગાડી રિપેર કરી દીધી. તેણે 20 રૂપિયા માંગ્યા. એક સાથીએ કહ્યું, બે મિનિટના કામના 20 રૂપિયા લઈ રહ્યાં છો. ત્યારે મિકેનિકે કહ્યું બે મિનિટના 20 રૂપિયા નથી પરંતુ 20 વર્ષથી કામ દ્વારા જે સ્કિલ પ્રાપ્ત કરી છે, તેની કિંમત લઈ રહ્યો છું. આ સ્કીલની તાકાત છે.


સ્કિલ અને જ્ઞાન વચ્ચેનો તફાવત સમજાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, તમે બુક્સમાં વાંચીને અને યુ-ટયુબ પર જોઈને જ્ઞાન મેળવી શકો છો કે સાયકલ કઈ રીતે ચાલે છે. પણ તમારી પાસે જ્ઞાન હોય તો એ જરૂરી નથી કે સ્કિલ હોય છે. સ્કિલ હોય તો તમે સાયકલ ચલાવી પણ શકો છે. આજે દેશમાં જ્ઞાન અને સ્કિલમાં જે અંતર છે, તેને જોતા જ કામ થઈ રહ્યું છે.


વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક સ્કિલ ઇન્ડિયા મિશનને આજે પાંચ વર્ષ પુરા થયા છે. સ્કિલ ઇન્ડિયા મોદી સરકારની એક એવી પહેલ છે જે દેશના યુવાનોની સ્કિલ વધારવા માટે અને તેને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ અભિયાન દ્વારા યુવાનોની સ્કીલનો વિકાસ કરવામાં આવે છે. જેથી તેઓ વધુમાં વધુ રોજગાર મેળવી શકે અને વધુને વધુ ઉત્પાદક બની શકે. હાલના અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સ્કિલ પર ભાર મુકવામાં આવે છે. ભારતના વર્કફોર્સમાં માત્ર 2.3 ટકા જ લોકો એવા છે જેમની પાસે કોઈ જોબ સ્કિલ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2020 01:24 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK