Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > White Paper: યુપીએના 10 વર્ષના શાસનમાં 15 કૌભાંડો, મોદી સરકારના શ્વેતપત્રમાં વિપક્ષ પર આકરા પ્રહાર

White Paper: યુપીએના 10 વર્ષના શાસનમાં 15 કૌભાંડો, મોદી સરકારના શ્વેતપત્રમાં વિપક્ષ પર આકરા પ્રહાર

08 February, 2024 10:20 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ઉપરાંત દેશનું દેવું અને સામાન્ય માણસના સ્વાસ્થ્ય વગેરે પર ખર્ચમાં વધારો થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. શ્વેતપત્ર (White Paper) સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે

તસવીર: પીટીઆઈ

તસવીર: પીટીઆઈ


યુપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળ પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં `વ્હાઈટ પેપર` (White Paper) રજૂ કર્યું છે. આ શ્વેતપત્રમાં 2004થી 2014 સુધી ચાલનારી યુપીએ સરકાર પર આર્થિક ગેરવહીવટનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશનું દેવું અને સામાન્ય માણસના સ્વાસ્થ્ય વગેરે પર ખર્ચમાં વધારો થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. શ્વેતપત્ર (White Paper) સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને હવે તેના પર ચર્ચા થશે. તે પછી નાણાપ્રધાન પોતે ચર્ચાનો જવાબ આપશે. શ્વેતપત્રમાં UPA સમયમાં દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં નબળાઈનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની સજ્જતા નબળી હતી.


સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપીએ સરકાર દરમિયાન 15 કૌભાંડો થયા હતા. શ્વેતપત્ર (White Paper)માં ઉલ્લેખિત કૌભાંડોમાં 2જી કૌભાંડ અને કોલસા બ્લોક ફાળવણી કૌભાંડનો પણ સમાવેશ થાય છે. તે દરમિયાન આ બંને કૌભાંડોની ખૂબ ચર્ચા થઈ હતી અને અણ્ણા આંદોલનથી લઈને બાબા રામદેવના પ્રદર્શન સુધીની દરેક બાબતમાં તેનો જોરથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.



હવે શ્વેતપત્રમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને યુપીએ સરકારના 10 વર્ષમાં 15 ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે. શ્વેતપત્રમાં નોકરી માટે જમીન કૌભાંડનો પણ સમાવેશ થાય છે, જેમાં લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. લાલુ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે આ કૌભાંડ થયું હોવાનો દાવો કરવામાં આવે છે.


શારદા ચિટફંડ કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, એરસેલ-મેક્સિસ અને આઈએનએક્સ મીડિયા કેસનો પણ શ્વેતપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શ્વેતપત્રમાં ગુરુગ્રામ અને પંચકુલામાં જમીન સોદો, એન્ટ્રિક્સ દેવાસ ડીલ જેવા કૌભાંડોનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ તપાસ ચાલી રહી છે અને તેમની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. આ મામલે તેજસ્વી યાદવની પણ લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી છે. શ્વેતપત્રમાં આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ અને અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલનો પણ ઉલ્લેખ છે.

મમતા અને લાલુ પર પણ નિશાન, શારદા અને જમીન કૌભાંડનો ઉલ્લેખ


આ શ્વેતપત્રમાં શારદા ચિટ ફંડ અને નોકરી માટે જમીન કૌભાંડનો ઉલ્લેખ કરતા લાલુ યાદવ અને મમતા બેનર્જીને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. નોકરી માટે જમીન કૌભાંડનો ઉલ્લેખ કરતા, શ્વેતપત્રમાં લખ્યું છે, “આ કેસમાં રેલવેના વિવિધ ઝોનમાં ગ્રુપ ડીમાં નોકરીના બદલામાં જમીન અથવા મિલકતના ટ્રાન્સફરના સ્વરૂપમાં નાણાકીય લાભ મેળવવાનો સમાવેશ થાય છે. તેની તપાસ ચાલી રહી છે.”

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 10:20 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK