નૅશનલ કૉન્ફરન્સના સંસદસભ્ય ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન પાસે એક જાદુઈ ચિરાગ છે અને તેઓ જે કંઈ કહે છે એ સાચું પડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : લોકસભાની આગામી ચૂંટણીમાં બીજેપી ૩૭૦ બેઠકો ઉપર વિજયી થશે અને એનડીએ ૪૦૦ના આંકડો પાર કરશે એવી આગાહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કરી હતી ત્યાર બાદ મંગળવારે વિરોધ પક્ષના અનેક નેતાઓએ તેમના નિવેદનની ઝાટકણી કાઢી હતી.
હું રાષ્ટ્રના મિજાજને પારખી શકું છું એમ કહી મોદીએ બજેટ સત્ર દરમિયાન આગાહી કરી હતી કે એનડીએને ૪૦૦થી વધુ બેઠકો અને બીજેપીને ૩૭૦ બેઠકો મળશે. કૉન્ગ્રેસના સંસદસભ્ય કે. સી. વેણુગોપાલે મોદીના નિવેદનની ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે હવે ચૂંટણી યોજવાની કોઈ આવશ્યકતા નથી. મોદીને ૪૦૦ બેઠકો મળી ગઈ છે તો હવે ચૂંટણી યોજવાનો કોઈ અર્થ સરતો નથી.
કૉન્ગ્રેસના સંસદસભ્ય અધીરરંજન ચૌધરીએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં મોદીજીને કઈ રીતે ખ્યાલ આવ્યો કે તેમને ૩૭૦ બેઠકો મળશે. નૅશનલ કૉન્ફરન્સના સંસદસભ્ય ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન પાસે એક જાદુઈ ચિરાગ છે અને તેઓ જે કંઈ કહે છે એ સાચું પડે છે.

