Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > “ગૌ મૂત્ર પીવડાવ્યું, વાળ કાપ્યા…”: UBTના પૂર્વ સાંસદ વિનાયક રાઉત પર વહુએ કર્યો ગંભીર આરોપ

“ગૌ મૂત્ર પીવડાવ્યું, વાળ કાપ્યા…”: UBTના પૂર્વ સાંસદ વિનાયક રાઉત પર વહુએ કર્યો ગંભીર આરોપ

Published : 12 July, 2026 05:17 PM | Modified : 13 July, 2026 07:29 AM | IST | Maharashtra
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેમના પરિવારના કેટલાક સભ્યો સામે વહુ ગિરિજા રાઉતે કાળા જાદુ, માનસિક હેરાનગતિ અને અન્ય ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

વિનાયક રાઉત (તસવીર સૌજન્ય: મિડ-ડે)

વિનાયક રાઉત (તસવીર સૌજન્ય: મિડ-ડે)


મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેમના પરિવારના કેટલાક સભ્યો સામે ગંભીર આક્ષેપો બાદ કેસ નોંધવામાં આવ્યો છે. વિનાયક રાઉતની વહુ ગિરિજા રાઉતે આક્ષેપ લગાવ્યો છે કે સાસરીયાઓએ તેને કાળા જાદુની વિધિઓ કરવા માટે દબાણ કર્યું હતું અને આ દરમિયાન તેને ગૌમૂત્ર પીવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી. ગિરિજાએ પોતાના સાસરીયા પક્ષ પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક હેરાનગતિના પણ આક્ષેપ લગાવ્યા છે. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

વિનાયક રાઉત અને પુત્રની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાયા



મળતી માહિતી મુજબ, પોલીસે વિનાયક રાઉત અને તેમના પુત્ર ગિતેશ રાઉતની ધરપકડ કરી છે. આ ઉપરાંત કાળા જાદુની વિધિ કરાવવાના આરોપમાં એક વ્યક્તિ ફિરોઝ શેખ, જે પોતાને ધર્મગુરુ તરીકે રજૂ કરતો હતો, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીઓને થાણેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


વહુએ લગાવ્યા કાળા જાદુ અને દવાના ઉપયોગના આક્ષેપ

ગિરિજા રાઉતે જણાવ્યું કે વર્ષ 2017માં ગિતેશ રાઉત સાથે લગ્ન થયા બાદ તેને અનેક પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. તેણે આક્ષેપ લગાવ્યો કે 2018 પછી પતિ-પત્ની વચ્ચે સંબંધો રહ્યા નહોતા અને સંતાન પ્રાપ્તિ માટે પરિવારના કેટલાક લોકો દ્વારા કાળા જાદુ જેવી વિધિઓ કરાવવામાં આવી હતી. ગિરિજાનો દાવો છે કે તેને અજાણી ગોળીઓ લેવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેના વાળ, જીવતા મરઘા, વાયર અને ખાસ પ્રકારના પીણાનો ઉપયોગ કરીને કેટલીક વિધિઓ કરવામાં આવી હોવાનો પણ તેણે આક્ષેપ લગાવ્યો છે.


ગિરિજાના આરોપો

ગિતેશે નપુંસક હોવાની વાત છુપાવીને મધ્યમ વર્ગની મહિલાને ઠગી

લગ્ન થયા પછી ગિતેશે પોતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યો જ ન હોવાનો આરોપ ગિરિજા રાઉતે રવિવારે પત્રકાર-પરિષદમાં કર્યો હતો. ગિરિજા રાઉતે જણાવ્યું હતું કે ‘ગિતેશ રાઉત અને તેના કુટુંબે તે શારીરિક સંબંધ બાંધવા સક્ષમ ન હોવાની વાત છુપાવી હતી. તેનો આ દોષ છુપાવવા માટે જાણી જોઈને મિડલ ક્લાસની છોકરી સાથે લગ્ન કર્યાં અને તેની સાથે દરેક રીતે છળ કરીને જીવન બરબાદ કર્યું છે.’

મરઘીનો બલિ અપાયો, વાળ કાઢી નખાયા

ગિરિજા રાઉતે કરેલી ફરિયાદ મુજબ તેને મેલી વિદ્યા-કાળા જાદુની પ્રક્રિયામાં બળજબરીપૂર્વક સામેલ કરવામાં આવી હતી અને તેના વાળ કાઢીને, મરઘીનો બલિ આપીને તથા જાનવરનું યુરિન પીવડાવીને બધી જ વિધિઓમાં સામેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પરિવાર દ્વારા સતત મારપીટ અને માનસિક તથા શારીરિક સતામણી થતી હોવાનો આરોપ પણ ગિરિજા રાઉતે ફરિયાદમાં કર્યો છે.

અમે શારીરિક સંબંધ બાંધીએ એ માટે કુટુંબે કરી મીટિંગ 

૨૦૧૭ની ત્રીજી ડિસેમ્બરે અમારાં લગ્ન થયાં હતાં અને ૨૦૧૮ સુધી અમારી વચ્ચે કોઈ સંબંધો નહોતા. એને પગલે અમારા બન્નેના કુટુંબે મીટિંગ કરી હતી, જેમાં ગણેશોત્સવ બાદ બન્નેએ આ બાબતે સકારાત્મક અભિગમ દાખવવો પડશે એવું નક્કી થયું હતું. જોકે એ વખતે હું થોડી ગભરાઈ ગઈ એટલે તેમણે મારી સાથે અઘોરી પ્રક્રિયા કરી હતી, જેને હું આજે પણ શારીરિક અને માનસિક રીતે ભોગવી રહી છું. મારા પર લગાવેલા પૈસા માગવાના આરોપ વિશે હું ફક્ત એટલું જ કહીશ કે મારી પાસે ૭ વર્ષ હતાં તેમની પાસેથી પૈસા ઓંકાવવા માટે, પરંતુ ત્યારે મેં એવું ન કર્યું તો તે આજે કેમ આવે છે. તેમના પુત્રમાં જે ખામી છે એ દૂર કરવા તેનો ઉપચાર કરાવવા માટે કે એનો ઉકેલ લાવવા આટલાં વર્ષો કેમ લગાડ્યાં અને એક નિર્દોષ મહિલાનું જીવન કેમ બરબાદ કર્યું એનો જવાબ એ આપે. 

હું વિદેશમાં જ સેક્સ કરી શકું, અહીં હાથ લગાવીશ તો વિધવા થઈ જઈશ 

ગિરિજાએ કરેલા આરોપ મુજબ જ્યારે તેઓ લગ્ન બાદ હનીમૂન પર ગયાં હતાં ત્યારે તેમની વચ્ચે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરાતાં ગિતેશે તેને હાથ ન લગાવવા કહ્યું હતું. ગિરિજાએ જણાવ્યા અનુસાર ગિતેશે કહ્યું હતું કે ‘તે ફક્ત વિદેશમાં જ સેક્સ કરી શકે. અહીંનું વાતાવરણ તેના માટે સેક્સ કરવા યોગ્ય નથી. જો અહીં હું તેને હાથ લગાવીશ તો હું વિધવા થઈ જઈશ.’

પહેલાં બાળકો કરો, પછી સેક્સ-લાઇફ વિશે વિચારીશું એવું કહ્યાનો આરોપ

ગિરિજાના આરોપ મુજબ જ્યારે મુંબઈમાં હતાં ત્યારે ગિતેશ મમ્મીને અવાજ આવશે એમ કહી સંબંધ બંધવાથી દૂર ભાગતા અને ગામમાં અમારા નોકરને અવાજ આવી જશે એવું કહી અમારી વચ્ચે સંબંધ બાંધવાથી દૂર ભાગતા હતા. આ સિવાય મને ઘરેથી જ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ની ટ્રીટમેન્ટ લેવા મજબૂર કરવામાં આવી હતી. જ્યારે હું અમારા બન્ને વચ્ચેના સંબંધો વિશે વાત કરતી ત્યારે પહેલાં બાળકો કરો, પછી સેક્સ-લાઇફ વિશે ચર્ચા કરીશું એવો જવાબ મને મળતો. 

મહિલા સુરક્ષા મુદ્દે રાજકીય પ્રતિક્રિયા

આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકીય ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ અને શિવસેના નેતા સુસિબેન શાહે આ ઘટનાને ગંભીર અને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે મહિલાની સાથે અપમાનજનક વર્તન કરવું અથવા અંધશ્રદ્ધા અને કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓ માટે દબાણ કરવું કાયદાની વિરુદ્ધ છે. તેમણે અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવતા કહ્યું કે કોઈપણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈ વિધિ કરાવવા અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી.હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટ-ટ્યુબ બેબી છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની કોલ્હાપુરની મુલાકાત દરમ્યાન જાહેરમાં કહ્યું હતું કે હવે એક જ શિવસેના રહી છે અને એકનાથ શિંદે એના અધ્યક્ષ છે એ વાતને લઈને શિવસેના (UBT)માં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના-પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું અપમાન છે. અમિત શાહ અવારનવાર મહારાષ્ટ્રનું અને શિવસેના-પ્રમુખનું અપમાન કરતા હોય છે. મૂળમાં શિવસેના એક જ છે અને એ બાળાસાહેબ ઠાકરેની અને ઉદ્ધવ ઠાકરેની છે. જે રીતે અત્યંત દ્વેષબુદ્ધિથી, વેર રાખીને અમિત શાહે મિંધે (એકનાથ શિંદે)નો ઉલ્લેખ શિવસેના-પ્રમુખ એ રીતે કર્યો એ તેમના મનમાં રહેલો મહારાષ્ટ્ર, શિવસેના-પ્રમુખ અને મરાઠી માણૂસ પ્રત્યેનો દ્વેષ છે. એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટટ્યુબ બેબી છે અને એને ૪ વર્ષ થયાં છે. અમિત શાહે તેમણે તૈયાર કર્યા છે. તમે જેટલા દ્વેષથી શિવસેના-પ્રમુખનું અપમાન કરશો એટલા જ દ્વેષથી મહારાષ્ટ્રની જનતા તમારી સામે ઊભી રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 07:29 AM IST | Maharashtra | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK