સરકારી હૉસ્પિટલના ડૉક્ટરો સમજી નથી શક્યા કે તેની આ સમસ્યાનો ઇલાજ શું કરવો. તેનો દેખાવ જોઈને કોઈ પામુનો દોસ્ત બનવા રાજી નથી. એમ છતાં તે ભણવા માગે છે.
પામુ પ્રસાદ નામનો ૨૧ વર્ષનો યુવક એક રૅર ત્વચાના રોગથી પીડિત
આંધ્ર પ્રદેશના અનકાપલ્લી ગામમાં રહેતો પામુ પ્રસાદ નામનો ૨૧ વર્ષનો યુવક એક રૅર ત્વચાના રોગથી પીડિત છે. તેની ત્વચા સાપની કાંચળી જેવી દેખાય છે. જાણે ફાટી અને તરડાઈ ગયેલી હોય એવી ત્વચાને કારણે તેને ખૂબ બળતરા થાય છે. ગરમીની સીઝનમાં તો તે ઘરની બહાર પણ નીકળી નથી શકતો. બાકી ત્વચાની બળતરા શમાવવા માટે તેણે દર કલાકે પાણીથી નહાવું પડે છે. તેના પિતા તેને નાનો મૂકીને જ સ્વર્ગે સિધાવી ચૂક્યા છે અને મા મજૂરી કરીને તેને પાળે-પોષે છે. ત્વચાની આ દુર્લભ સમસ્યાને કારણે તે તડકામાં બહાર નીકળી શકતો નથી. સતત બળતરાથી પીડાતો રહેતો હોવાથી લોકોએ તેનું નામ સાપ પ્રસાદ પાડી દીધું છે. એમ છતાં તે હાર નથી માન્યો. સરકારી હૉસ્પિટલના ડૉક્ટરો સમજી નથી શક્યા કે તેની આ સમસ્યાનો ઇલાજ શું કરવો. તેનો દેખાવ જોઈને કોઈ પામુનો દોસ્ત બનવા રાજી નથી. એમ છતાં તે ભણવા માગે છે.

