Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લૉટરી-કિંગને લૉટરી લાગી

લૉટરી-કિંગને લૉટરી લાગી

Published : 06 May, 2026 10:47 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૅન્ટિઆગો માર્ટિનના પરિવારના ત્રણ સભ્યોને તામિલનાડુ અને પૉન્ડિચેરીમાં વિધાનસભાની ચૂંટણીમાં મળી જીત

લૉટરી-કિંગ

લૉટરી-કિંગ


તામિલનાડુ અને પૉન્ડિચેરીની વિધાનસભાની ચૂંટણીમાં લૉટરી ઉદ્યોગપતિ સૅન્ટિઆગો માર્ટિનના પરિવારના ત્રણ સભ્યો અલગ-અલગ રાજકીય પક્ષો તરફથી ચૂંટણી લડ્યા અને ત્રણેય જીત્યા હતા. આમ આ પરિવારમાં ત્રણ વિધાનસભ્યો બન્યા છે.

તેમનાં પત્ની લીમા રોઝ માર્ટિન તામિલનાડુમાં AIADMKની ટિકિટ પર લાલગુડીથી ચૂંટણી લડ્યાં અને જીત્યાં હતાં. તેમને ૬૦,૭૯૫ મત મળ્યા હતા અને તેમણે TVKના કુ. પા. ક્રિષ્નનને ૨૭૩૯ મતથી હરાવ્યા હતા.



તેમના જમાઈ આધવ અર્જુન TVKની ટિકિટ પર વિલ્લીવાક્કમથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેમને ૬૬,૪૪૫ મત મળ્યા હતા અને તેમણે DMKના કાર્તિક મોહનને ૧૭,૩૦૨ મતથી હરાવ્યા હતા.


તેમના પુત્ર જૉસ ચાર્લ્સ માર્ટિન પૉન્ડિચેરીના કામરાજનગરથી લચ્છિયા જનનાયક કાચી (LJK)ની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેમને ૧૬,૫૯૨ મત મળ્યા હતા અને તેમણે કૉન્ગ્રેસના પી. કે. દેવાડોસને ૧૦,૨૦૫ મતથી હરાવ્યા હતા. આમ સૅન્ટિઆગો માર્ટિનના પરિવારે આ વખતે ક્લીન સ્વીપ હાંસલ કરી હતી.

સૅન્ટિઆગો માર્ટિને ચૂંટણી-બૉન્ડ દ્વારા DMKને લગભગ ૫૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું જે તેમની રાજકીય શક્તિ દર્શાવે છે.


ત્રણેય ઉમદવારો અબજોપતિ

માર્ટિન પરિવારના સભ્યો માત્ર રાજકીય જીતમાં જ નહીં પરંતુ સંપત્તિમાં પણ આગળ છે. ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવારોમાંના એક લીમા માર્ટિને ૧૦૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. જૉસ ચાર્લ્સે ૫૯૭ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે જમાઈ આધવે પણ ૪૪૨ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. આ આંકડા તેમના આર્થિક પ્રભાવને વધુ મજબૂત બનાવે છે.
આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે રાજકીય વલણ ગમે ત્યારે બદલાઈ શકે છે. સૅન્ટિઆગો માર્ટિનનો પરિવાર અગાઉ લૉટરીના વ્યવસાય માટે જાણીતો હતો, તેણે હવે રાજકીય ક્ષેત્રમાં એક નવી ઓળખ સ્થાપિત કરી છે. આ વિજય ફક્ત તેમની ભૂતકાળની સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતો નથી, ભવિષ્યની ચૂંટણીઓ માટે નવી શક્યતા પણ ખોલે છે.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 10:47 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK