° °

આજનું ઇ-પેપર
Wednesday, 04 August, 2021


દેશની ટૉપ ટેન ઇન્ટરનેશનલ ને ડે સ્કૂલમાં સામેલ છે મુંબઈની પાંચ

28 September, 2012 05:59 AM IST |

દેશની ટૉપ ટેન ઇન્ટરનેશનલ ને ડે સ્કૂલમાં સામેલ છે મુંબઈની પાંચ

દેશની ટૉપ ટેન ઇન્ટરનેશનલ ને ડે સ્કૂલમાં સામેલ છે મુંબઈની પાંચદેશની ૪૪૩ ટોચની સ્કૂલોના સર્વે તથા ૩૦૦૦થી વધુ પેરન્ટ્સ, ટીચર્સ અને શિક્ષણશાસ્ત્રીઓના અભિપ્રાયને આધારે તૈયાર કરવામાં આવેલી દેશની ટૉપ-ટેન ડે સ્કૂલની યાદીમાં મુંબઈના ફોર્ટમાં આવેલી કૅથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલ તથા ગુડગાંવની શ્રીરામ સ્કૂલ ત્રીજા નંબરે છે. જ્યારે દિલ્હીની વસંત વૅલી સ્કૂલ પ્રથમ ક્રમે અને બૅન્ગલોરની ધ વૅલી સ્કૂલ બીજા નંબરે છે. શિક્ષણક્ષેત્રના ભારતના સૌથી મોટા મૅગેઝિન એજ્યુકેશન વર્લ્ડ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી હતી. મૅગેઝિને જુદા-જુદા નિષ્ણાતોની મદદથી ૧૪ જેટલા માપદંડના આધારે ટોચની ૧૦ ડે સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ તથા ઇન્ટરનૅશનલ સ્કૂલની યાદી બહાર પાડી છે.

ટૉપ-૧૦ સ્કૂલની પસંદગી કરવા માટે જે માપદંડો રાખવામાં આવ્યા હતા એમાં શૈક્ષણિક પ્રતિષ્ઠા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણેતર પ્રવૃત્તિની ગુણવત્તા, સ્પોટ્ર્સ એજ્યુકેશન તથા શિક્ષકોના વ્યવહાર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલની યાદીમાં બૅન્ગલોરની ઇન્ડસ ઇન્ટરનૅશનલ સ્કૂલ પહેલા નંબરે છે, જ્યારે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ બીજા તથા મસુરીની વુડસ્ટૉક સ્કૂલ ત્રીજા ક્રમે છે. ટૉપ-૧૦ બોર્ડિંગ સ્કૂલમાં આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં આવેલી રિશી વૅલી સ્કૂલ પહેલા નંબરે હતી, જ્યારે દેહરાદૂનની ધ દૂન સ્કૂલ બીજા તથા અજમેરની મેયો કૉલેજ ગલ્ર્સ સ્કૂલ ત્રીજા નંબરે હતી. ટોપ-૧૦ ડે સ્કૂલની યાદીમાં અમદાવાદની રિવરસાઇડ સ્કૂલ આઠમા નંબરે છે.

યાદીમાં સામેલ મુંબઈની સ્કૂલો

ફોર્ટની કૅથીડ્રલ ઍન્ડ જૉન કોનન સ્કૂલ, ટૉપ-૧૦ ડે સ્કૂલની યાદીમાં ત્રીજા નંબરે

થાણેની શ્રીમતી સુલોચનાદેવી સિંઘાનિયા સ્કૂલ, ટૉપ-૧૦ ડે સ્કૂલની યાદીમાં છઠ્ઠા નંબરે

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ, ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બીજા નંબરે

ઑબેરૉય ઇન્ટરનૅશનલ સ્કૂલ, ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં છઠ્ઠા નંબરે

ઇકૉલ મૉન્ડિયલ વર્લ્ડ સ્કૂલ, ટૉપ-૧૦ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં દસમા નંબરે

28 September, 2012 05:59 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

શરદ પવાર-અમિત શાહની મીટિંગથી ગરમાટો; સી.બી.એસ.ઈ.નું દસમાનું ૯૯.૦૪ ટકા પરિણામ આવ્યું; શૂટઆઉટને પગલે પૅન્ટાગોનમાં લૉકડાઉન અને વધુ સમાચાર

04 August, 2021 09:30 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ટીએમસી સંસદસભ્યની ‘પાપડી-ચાટ’ની અભદ્ર કમેન્ટથી વડા પ્રધાન નારાજ

સોમવારે મમતા બૅનરજીના પક્ષ ટીએમસીના ડેરેક ઓબ્રાયને ટ્વીટમાં લખ્યું હતું કે...

04 August, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

લદ્દાખ વિવાદ : આ વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખસેડવા અંગે ભારત-ચીન સંમત, જાણો વિગત

ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી તેમના સૈનિકોને પાછળ ખસેડવા સંમત થયા છે

03 August, 2021 07:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK