શિક્ષકે છ વર્ષની છોકરીનું રેપ કર્યું
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મેરઠ જીલ્લામાં એક શિક્ષા મિત્ર (શિક્ષક)એ પ્રાઈમરી સ્કૂલમાં છ વર્ષની છોકરીનું રેપ કર્યું છે. માવાના વિસ્તારના સર્કલ ઓફિસર ઉદય પ્રતાપ સિંહે કહ્યું કે, આરોપી વિરુદ્ધ રેપનો કેસ નોંધ્યો છે અને POCSO એક્ટ અંતર્ગત પણ કલમો લાદવામાં આવશે.
રિપોર્ટ મુજબ આરોપી ગામની પ્રાઈમરી સ્કૂલનો ટીચર હતો. મંગળવારે આ છોકરીને સમગ્ર ઘટનાની વાત પોતાના કુટુંબને કરી, તે પછી આ છોકરીનું કુટુંબ ગામના લોકો સાથે આરોપીને સ્કૂલમાંથી પકડ્યો હતો. તેને એક ક્લામરૂમમાં બંધ કરીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ADVERTISEMENT
A Shiksha Mitra in UP was arrested for allegedly raping a 6-yr-old student inside a primary school in #Meerut dist. Circle officer of Mawana area,said that a case of rape was registered against accused & appropriate sec of POCSO Act will also be invoked since victim is a minor. pic.twitter.com/hBzzP066f1
— IANS Tweets (@ians_india) September 24, 2020
માવાનાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કમલેશ ગોયલ, સર્કલ ઑફિસર ઉદય પ્રતાપ તેમની પોલીસ ફોર્સ સાથે આ સ્કૂલમાં પહોંચ્યા અને ગામના લોકોને સમજાવ્યો કે મહેરબાની કરીને તે આરોપીને પોલીસને સોંપી દે. છોકરીને મેડિકલ એક્ઝામિનેશનલ માટે મોકલવામાં આવી હતી.