Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્ટારશિપનું ત્રીજું પરીક્ષણ સફળ રહ્યું, પણ લૅન્ડિંગ ન કરી શક્યું

સ્ટારશિપનું ત્રીજું પરીક્ષણ સફળ રહ્યું, પણ લૅન્ડિંગ ન કરી શક્યું

16 March, 2024 11:57 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સનું શક્તિશાળી રૉકેટ સ્ટારશિપ ત્રીજા પ્રયાસમાં ટેસ્ટ-ફ્લાઇટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં સક્સેસ રહ્યું, પણ પૃથ્વી પર આવતાં પહેલાં જ એ તૂટી ગયું

રૉકેટ સ્ટારશિપ ત્રીજા પ્રયાસમાં અવકાશમાં ટેસ્ટ-ફ્લાઇટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં સફળ

રૉકેટ સ્ટારશિપ ત્રીજા પ્રયાસમાં અવકાશમાં ટેસ્ટ-ફ્લાઇટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં સફળ


ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સનું મહત્ત્વાકાંક્ષી રૉકેટ સ્ટારશિપ ત્રીજા પ્રયાસમાં અવકાશમાં ટેસ્ટ-ફ્લાઇટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં સફળ રહ્યું હતું. આ વખતે સ્ટારશિપ પહેલા બે પ્રયાસની સરખામણીમાં વધુ આગળ પહોંચી ગયું હતું, પરંતુ પૃથ્વી પર પરત ફરતી વખતે એની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ મિશનનું લાઇવ વેબકાસ્ટ થયું હતું. એ દરમ્યાન સ્પેસએક્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે હાઈ પર્સોનિક સ્પીડમાં આવતું સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં જ બે સૅટેલાઇટ સિસ્ટમથી ડિસકનેક્ટ થઈ ગયું હતું. સાઉથ ટેક્સસમાં કંપનીના સ્ટારબેઝ બોકા ચિકાથી આ સ્પેસક્રાફ્ટ સવારે ૮.૨૫ વાગ્યે લૉન્ચ થયું હતું. એના એક કલાક બાદ ટેસ્ટ-ફ્લાઇટ પૂરી કરીને આ સ્પેસક્રાફ્ટ હિન્દ મહાસાગરમાં ઊતરવાનું હતું.

સ્ટારશિપનું આ પરીક્ષણ મહત્ત્વનું એટલા માટે પણ છે કારણ કે એની યોજના અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની છે. ગયા વર્ષે સ્ટારશિપ રૉકેટનાં બે પરીક્ષણ થયાં હતાં અને બન્ને વખતે પ્રક્ષેપણની મિનિટો બાદ એ નષ્ટ થઈ ગયું હતું. યુએસ સ્પેસ એજન્સી અને સ્પેસએક્સની મુખ્ય કસ્ટમર નાસાએ સફળ ટેસ્ટ-ફ્લાઇટ બદલ ઇલૉન મસ્કની કંપનીને અભિનંદન આપ્યાં હતાં. સ્પેસએક્સનું એન્જિનિયરિંગ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની અન્ય કંપનીઓ કરતાં વધુ રિસ્ક ખમી શકે એવું છે. સ્ટારશિપની સરખામણીમાં નાસાની સ્પેસ લૉન્ચ સિસ્ટમ પણ અડધું જ થ્રસ્ટ પેદા કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2024 11:57 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK