રાખી સાવંતને 15 મેના રોજ હૉસ્પિટલ (Rakhi Sawant Hospitalized)માં દાખલ કરવામાં આવી હતી. તેને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. હૉસ્પિટલના બેડ પર પડેલી રાખીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી
રાખી સાવંતની ફાઇલ તસવીર
રાખી સાવંતને 15 મેના રોજ હૉસ્પિટલ (Rakhi Sawant Hospitalized)માં દાખલ કરવામાં આવી હતી. તેને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. હૉસ્પિટલના બેડ પર પડેલી રાખીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી રાખીના ચાહકો ચિંતિત થઈ ગયા અને તેમની સાથે શું થયું તે જાણવા માગતા હતા. હવે રાખીના પૂર્વ પતિ રિતેશે રાખીની હેલ્થ અપડેટ આપી છે.
છાતીમાં દુખાવાની ફરિયાદ
ADVERTISEMENT
ટાઈમ્સ નાઉ સાથે વાત કરતાં રિતેશે (Rakhi Sawant Hospitalized) જણાવ્યું કે, જ્યારે રાખીને દાખલ કરવામાં આવી ત્યારે શું થયું. રિતેશે કહ્યું કે, “રાખીને 2-3 દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. અમે તેને અવગણ્યું અને વિચાર્યું કે કદાચ તે ડિહાઇડ્રેશનને કારણે છે. જોકે, દુખાવો ચાલુ રહ્યો અને પછી તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તેનો ડાબો હાથ દુ:ખે છે. તેને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. તેણીએ પછી અચાનક તેની છાતી પકડી લીધી અને કારમાં સૂઈ ગઈ હતી. અમે તેને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.”
રાખીના ગર્ભાશયમાં ગાંઠ
રિતેશે (Rakhi Sawant Hospitalized) આગળ કહ્યું કે, “રાખીના ઘણા ટેસ્ટ થયા અને ડૉક્ટરોએ કહ્યું કે, રાખીના ગર્ભાશયમાં ટ્યૂમર છે. ડૉક્ટરોને શંકા છે કે તે કેન્સર હોઈ શકે છે. રાખીની માતાને પણ કેન્સર હતું. હાલ તબીબો તપાસ કરી રહ્યા છે. શરૂઆતમાં રાખી સારી હતી. તે અમારી સાથે વાત કરતી હતી, પરંતુ રાત્રે તેને ફરીથી દુખાવો થવા લાગ્યો. આખી રાત તે ચિંતિત રહી. ડૉક્ટરોએ તેને દવાઓ આપી. તે હજુ સંપૂર્ણ રીતે સ્થિર નથી.”
રિતેશે એમ પણ કહ્યું કે, “અમે રાખીને છાતીમાં દુખાવાને કારણે એડમિટ કરાવી હતી, પરંતુ તપાસ દરમિયાન અમને ઘણું બધું જાણવા મળ્યું. ડૉક્ટરોએ એન્જિયોગ્રાફી કરવાનું સૂચન કર્યું છે.”
રાખીની આર્થિક સ્થિતિ સારી નથી એમ વાતચીત દરમિયાન રિતેશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “હાલમાં રાખીની આર્થિક સ્થિતિ સારી નથી. આખા ઘરનો ખર્ચ તે પોતે ઉઠાવે છે. જોકે, વર્તમાન મેડિકલ બિલની રકમ વધારે નથી, જે તે પોતે ચૂકવી રહ્યો છે.”
ચાહકો અને વપરાશકર્તાઓ તરફથી મિશ્ર પ્રતિક્રિયા
રાખી સાવંતની હૉસ્પિટલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના ફોટા જોઈને ફેન્સ અને યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક યુઝર્સ તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “યાર, તે અલગ બાબત છે, પરંતુ કોઈએ હૉસ્પિટલ ન જવું જોઈએ.”
એવા ઘણા યુઝર્સ છે જેઓ રાખીની હૉસ્પિટલમાં જવાની ઘટનાને ડ્રામા ગણાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે હાલમાં જ રાખી મુંબઈમાં ફરતી જોવા મળી હતી, આજે તેની હાલત ઘણી ચોંકાવનારી છે.