Punjab Police arrests YouTuber Jasbir Singh: પંજાબ પોલીસે મોહાલીમાં આતંકવાદ સાથે જોડાયેલા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો; `જાન મહેલ` નામની યુટ્યુબ ચેનલ ચલાવતા યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હરિયાણા (Haryana)ના હિસાર (Hisar)ની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra) અત્યારે રાજદ્રોહના આરોપના કેસની તપાસ દરમિયાન, વધુ એક યુટ્યુબર (Youtuber)ની જાસૂસીના શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે તેના જ્યોતિ સાથે પણ સંબંધો છે. પંજાબ પોલીસ (Punjab Police)એ ધરપકડ કરેલ યુટ્યુબર ઘણા પાકિસ્તાન (Pakistan)ના એજન્ટોને પણ મળ્યો છે. પંજાબ પોલીસની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (State Special Operations Cell)એ આજે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કમાં કથિત સંડોવણી હોવાના આરોપસર યુટ્યુબર જસબીર સિંહ (Jasbir Singh)ની ધરપકડ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ (India-Pakistan Tension) પછી ૭ મેના રોજ ભારત (India)એ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધર્યું હતું. ત્યારબાદ ભારતમાં પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાની શંકાના આધારે સોશ્યલ મીડિયા (Social Media)ના ઘણા મોટા ચહેરાઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પંજાબ પોલીસે મોહાલી (Mohali)માં આતંકવાદી જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડીજીપી પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક પાકિસ્તાની સમર્થનથી ચાલી રહ્યું હતું. યુટ્યુબર જસબીર સિંહ આ નેટવર્કમાં સામેલ છે. તે રૂપનગર (Rupnagar)ના મહાલન (Mahlan) ગામનો રહેવાસી છે અને `જાન મહલ` નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. પોલીસનું કહેવું છે કે, જસબીર સિંહ ભારતીય મૂળના ઘણા લોકો (પીઆઈઓ) સાથે સંપર્કમાં હતો જેમના પર પાકિસ્તાની માસ્ટર માટે કામ કરવાની શંકા છે. આમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. જેની જાસૂસીના આરોપસર પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત એહસાન-ઉર-રહેમાન (Ehsan Ur Rahim) ઉર્ફે દાનિશનો પણ સમાવેશ થાય છે, જે પાકિસ્તાની નાગરિક છે અને હાંકી કાઢવામાં આવેલા પાકિસ્તાન હાઇ કમિશનનો અધિકારી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જસબીર સિંહને દાનિશ દ્વારા દિલ્હી (Delhi)માં પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં તેણે કથિત રીતે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને વ્લોગર્સ સાથે વાતચીત કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪માં ત્રણ વખત પાકિસ્તાનની યાત્રા કરી હતી. પોલીસનું કહેવું છે કે, તેના જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ઘણા પાકિસ્તાન સ્થિત સંપર્ક નંબરો મળી આવ્યા છે. જેની હવે તપાસ કરવામાં આવી રહી છે.
ડીજીપીના જણાવ્યા મુજબ, જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પછી તરત જ, જસબીર સિંહે નેટવર્ક સાથેના તેના તમામ સંપર્કોના પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. જો કે, તપાસકર્તાઓએ તેને જાસૂસી ગેંગના શંકાસ્પદ સભ્યો સાથે જોડતો મહત્વપૂર્ણ ડેટા મેળવ્યો છે. તે અન્ય પીઆઈઓ શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે પણ સંપર્કમાં હતો, જે આતંકવાદ સમર્થિત ગુપ્તચર નેટવર્કમાં મુખ્ય કડી માનવામાં આવે છે.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


