Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PM Modi In Kerala: રાજ્યની જનતા ભયથી ત્રસ્ત, બદલાવની જરૂરિયાત

PM Modi In Kerala: રાજ્યની જનતા ભયથી ત્રસ્ત, બદલાવની જરૂરિયાત

Published : 15 March, 2024 05:57 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

PM Modi In Kerala: કેરળના પથાનમથિટ્ટામાં એક જાહેર રેલીમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને રાજ્યની સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે એલડીએફ અને યુડીએફના લોકો વિરોધી હોવાનો ઢોંગ કરે છે, પરંતુ દિલ્હીમાં તેઓ એકબીજાને ગળે લગાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)


PM Modi In Kerala: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના પથાનમથિટ્ટામાં જાહેર રેલીને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી પાર્ટી અને કેરળ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એલડીએફ અને યુડીએફના લોકો વિરોધી હોવાનો ઢોંગ કરે છે, પરંતુ દિલ્હીમાં તેઓ એકબીજાને ગળે લગાવે છે. કોંગ્રેસ અને સામ્યવાદીઓ એકબીજાના નામ લે છે, પરંતુ નવી દિલ્હીમાં ગઠબંધન બનાવે છે. કૉંગ્રેસ અને ડાબેરીઓ બંને છેતરપિંડી કરનારા છે, તેઓએ માત્ર લોકોને છેતર્યા છે.


કેરળમાં યુવાનો અને મહિલાઓ ભયમાં જીવી રહ્યા છે - પીએ મોદી



જનસભાને સંબોધતા પીએમ મોદી (PM Modi In Kerala)એ કહ્યું કે, પરંતુ કેરળના લોકો હવે આ લોકોની વાસ્તવિકતા જાણી ચૂક્યા છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓ આ પાર્ટીઓનું સત્ય સમજી ગયા છે. કેરળમાં મહિલાઓ, યુવાનો અને સમાજનો દરેક વર્ગ ભયમાં જીવી રહ્યો છે. કેરળને ભયમુક્ત બનાવવાનો એકમાત્ર ઉપાય એ છે કે રાજ્યમાંથી કૉંગ્રેસ અને એલડીએફને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. જેના કારણે લોકોને ન્યાય મળશે.


રાજ્યમાં ચર્ચના પાદરીઓ પણ સુરક્ષિત નથી - PM મોદી

પીએમ મોદીએ જાહેર રેલીમાં કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેરળમાં ચર્ચના પાદરીઓ પણ સુરક્ષિત નથી. આ વિસ્તારમાં અંધેરના કારણે હિંસા વધી છે. ઘણી કોલેજો પણ સામ્યવાદી ગુંડાઓની ધામ બની ગઈ છે. રાજ્યમાં ભ્રષ્ટ સરકાર ચાલી રહી હોવાથી લોકો પરેશાન છે. LDF અને UDF સરકારો રબરના ખેડૂતોની દુર્દશા પ્રત્યે આંધળી બની ગઈ છે.


હવે કેરળમાં કમળ ખીલવાનું છે - પીએમ મોદી

કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તેમ છતાં લોકોમાં ભાજપ પ્રત્યે ઉત્સાહ છે. લોકોના ચહેરા પરની ખુશી જોઈને લાગે છે કે કેરળમાં કમળ ખીલવાનું છે. છેલ્લી ચૂંટણીમાં રાજ્યની જનતાએ અમને ડબલ ડિજિટની વોટ ટકાવારી સાથે પાર્ટી બનાવી હતી અને હવે અહીં બે ડિજિટની બેઠકો અમારા નસીબમાં બહુ દૂર નથી. કેરળની સંસ્કૃતિનું મૂળ આધ્યાત્મિકતામાં છે, પરંતુ UDF અને LDF શ્રદ્ધાને દબાવવા માટે જાણીતા છે. કેરળની સંસ્કૃતિ શાંતિને પ્રોત્સાહન આપે છે પરંતુ UDF અને LDF રાજકીય હિંસામાં માને છે. એલડીએફની ઓળખ સોનાની લૂંટથી થાય છે, યુડીએફની ઓળખ સૌર ઉર્જા લૂંટવાથી થાય છે. આ લૂંટના ખેલને રોકવા માટે હું આજે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2024 05:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK