New Rule for Tatkal Ticket Booking on IRCTC: ટ્રેનોમાં બર્થ કે સીટ માટે તત્કાલ યોજનાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે, રેલ્વે બૉર્ડે એક મોટું પગલું ભર્યું છે. 1 જુલાઈથી થશે આ નિયમો લાગુ. અહીં તેની વિગતો જાણો...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ટ્રેનોમાં બર્થ કે સીટ માટે તત્કાલ યોજનાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે, રેલ્વે બૉર્ડે એક મોટું પગલું ભર્યું છે. 1 જુલાઈથી, તત્કાલ યોજના હેઠળ સીટ કે બર્થ ફક્ત ત્યારે જ બુક કરી શકાશે જ્યારે સીટ લેનાર વ્યક્તિ આધાર દ્વારા ચકાસાયેલ હોય. રેલ્વે બૉર્ડે આ સંદર્ભમાં જરૂરી આદેશ જાહેર કર્યો છે.
શું છે રેલ્વે બૉર્ડનો આદેશ?
રેલ્વે બૉર્ડ દ્વારા તમામ ઝૉનલ રેલ્વેને મોકલવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે "01-07-2025 થી, તત્કાલ યોજના હેઠળ ટિકિટ ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ દ્વારા જ IRCTC વેબસાઇટ અથવા ઍપ્લિકેશન પરથી બુક કરી શકાય છે." IRCTC એ ભારતીય રેલ્વેની ટિકિટ બુકિંગ વેબસાઇટ છે. આધાર પ્રમાણિત યુઝર્સનો અર્થ એ છે કે તમારું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ.
ADVERTISEMENT
OTP પણ દાખલ કરવો પડશે
માત્ર આટલું જ નહીં, 15 જુલાઈ, 2025 થી બીજો નિયમ અમલમાં આવશે. હવે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે, આધાર સાથે લિંક કરેલ OTP પણ દાખલ કરવો પડશે. OTP તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર આવશે.
નવા નિયમને આ રીતે સમજો
1. 1 જુલાઈ, 2025 થી, તત્કાલ ટિકિટ IRCTC વેબસાઇટ અથવા ઍપ પર ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે યુઝર્સનું એકાઉન્ટ (User`s Account) આધાર સાથે ચકાસાયેલ હશે.
2. 15 જુલાઈ, 2025 થી, ટિકિટ બુક કરતી વખતે આધાર OTP પણ દાખલ કરવો પડશે.
ટિકિટ એજન્ટસ માટે પણ નવો નિયમ
રેલ્વેએ ટિકિટ એજન્ટસ માટે પણ નિયમો બનાવ્યા છે. એજન્ટસ હવે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થયાના પ્રથમ 30 મિનિટ માટે ટિકિટ બુક કરી શકશે નહીં. એસી ક્લાસ માટે, આ સમય સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધીનો રહેશે અને નૉન-એસી ક્લાસ માટે, તે સવારે 11:00 થી 11:30 વાગ્યા સુધીનો રહેશે.
CRIS ને માહિતી આપવામાં આવી છે
રેલ્વે મંત્રાલયે CRIS અને IRCTC ને જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે CRIS રેલ્વે માટે IT સિસ્ટમ બનાવે છે. IRCTC આ ફેરફારોને તમામ રેલ્વે વિભાગોને જણાવશે.
આવા જ એક અપડેટમાં, ભારત સરકારે એક નવી અને અત્યાધુનિક ડિજીટલ સરનામાંની સિસ્ટમ લૉન્ચ કરી છે, જેનું નામ છે DIGIPIN. આ એક 10 અક્ષરી અલ્ફાન્યૂમેરિક કોડ છે, જે ભારતના કોઈપણ સ્થળ માટે એકદમ ચોક્કસ જિયો-લોકેટેડ સરનામું (Address) આપવામાં સક્ષમ છે. આ નવી સિસ્ટમ લગભગ 4X4 સ્ક્વેર મીટરની એક ગ્રિડને કવર કરે છે, જેથી આ ખાસ કરીને તે ક્ષેત્રોમાં મદદરૂપ સાબિત થશે જ્યાં પારંપરિક સરનામું પ્રણાલી સ્પષ્ટ નથી અથવા સરનામું જ નથી હોતું.
પહેલી જુલાઈથી આધાર કાર્ડ ઑથેન્ટિકેશન વગર ઑનલાઇન તત્કાલ ટિકિટ બુક નહીં કરી શકાય
`તત્કાલ ટિકિટનું બુકિંગ શરૂ થતાં જ અમુક સેકન્ડમાં જ બુકિંગ ફુલ થઈ જાય છે અથવા પેમેન્ટ ગેટવે પર આવીને પ્રક્રિયા અટકી જાય છે એવી ઘણી અગવડોનો સામનો કરતા મુસાફરો માટે ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ-બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલી જુલાઈથી આધાર કાર્ડને પ્રમાણભૂત (ઑથેન્ટિકેશન) કર્યા વગર ઑનલાઇન તત્કાલ ટિકિટ બુક કરી શકાશે નહીં. તેમ જ ૧૫ જુલાઈથી આધાર કાર્ડ બેઝ્ડ વન ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા અકાઉન્ટ પ્રમાણિત કરવામાં આવશે. આ સિવાય તત્કાલ ટિકિટના બુકિંગને લગતી મહત્ત્વની જાહેરાત એ છે કે ટિકિટ-બુકિંગ કરતા એજન્ટો હવે ઍરકન્ડિશન્ડ-AC ક્લાસના બુકિંગ માટે શરૂઆતનો અડધો કલાક એટલે કે સવારે ૧૦થી ૧૦.૩૦ સુધી ટિકિટ-બુકિંગ નહીં કરી શકે એવી જ રીતે નૉન-AC ટિકિટ ૧૧ વાગ્યાથી ૧૧.૩૦ સુધી બુક નહીં કરી શકે, જેને કારણે સામાન્ય લોકોને ટિકિટ મળવાની સંભાવના વધી જશે.

