New Delhi Railway Station Stampede: પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર લોકોની ભીડ એકથી થતાં અંધાધૂંધી થઇ હતી. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મૃત્યુની આશંકા છે.
તાત્કાલિક બચાવ ટીમોએ પહોંચીને રાહત કામગીરી શરૂ કરી છે (તસવીરો - પીઆઈસી/પીટીઆઈ)
New Delhi Railway Station Stampede: શનિવારે મોડી રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઇ હતી, જેમાં પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર લોકોની ભીડ એકથી થતાં અંધાધૂંધી થઇ હતી. જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મૃત્યુની આશંકા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે, “નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડથી વ્યથિત છું. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. અધિકારીઓ આ ભાગદોડથી અસરગ્રસ્ત તમામ લોકોને મદદ કરી રહ્યા છે.”
ADVERTISEMENT
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
આ આખી દુર્ઘટના મુદ્દે ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના (New Delhi Railway Station Stampede) છે જેમાં 18 લોકોના મોત થયા છે. તેઓ બધા મહાકુંભ જઈ રહ્યા હતા... રેલવેએ ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
"નવી દિલ્હી રેલવે સ્ટેશન પર વિનાશકારી સમાચાર. રેલવે પ્લેટફોર્મ પર ભાગદોડના કારણે થયેલી જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે." આમ ઈજાગ્રસ્તોની ઝડપી સારવાર માટે પ્રાર્થના કરતા સિંહે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું, જ્યારે સક્સેનાએ જણાવ્યું હતું કે સ્ટેશન પર અવ્યવસ્થા અને ભાગદોડને કારણે જાનહાનિ અને ઇજાઓની દુઃખદ ઘટના બની હતી.
લોકનાયક જયપ્રકાશ નારાયણ (એલએનજેપી) હોસ્પિટલના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ 10-12 દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક મૃત્યુ પણ નોંધાયા છે, જોકે ચોક્કસ સંખ્યાની પુષ્ટિ હજુ બાકી છે. મોટાભાગના દર્દીઓને શસ્ત્રક્રિયા અથવા ઓર્થોપેડિક સારવારની જરૂર પડતી ઇજાઓ થઈ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે સ્ટેશન પર ભારે ભીડને કારણે ગૂંગળામણ થવાથી ઘણા મુસાફરો બેભાન થઈ ગયા હતા. (New Delhi Railway Station Stampede) એક સત્તાવાર નિવેદનમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલવે) એ જણાવ્યું હતું કે જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી હતી ત્યારે પ્લેટફોર્મ નંબર 14 પર ઘણા લોકો હાજર હતા.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનોના વિલંબને કારણે સ્થિતિ વણસી હોવાની માહિતી મળી રહી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ મોડી પડી હતી અને આ ટ્રેનોના મુસાફરો પ્લેટફોર્મ નંબર 12,13 અને 14 પર પણ હાજર હતા.
"સીએમઆઈ અનુસાર, રેલવે દ્વારા દર કલાકે 1,500 સામાન્ય ટિકિટનું વેચાણ કરવામાં આવતું હતું, જેના કારણે સ્ટેશન પર વધુ ભીડ (New Delhi Railway Station Stampede) થઈ ગઈ હતી અને પરિસ્થિતિ અનિયંત્રિત બની ગઈ હતી.
આ ઘટના લગભગ 9:55 વાગ્યે બની હતી. એક્સ પર એક પોસ્ટમાં, એલજીએ જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અવ્યવસ્થા અને ભાગદોડ (New Delhi Railway Station Stampede)ને કારણે જાનહાનિ અને ઇજાઓની દુઃખદ ઘટના બની છે. તેમણે કહ્યું, "આ દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.
એક મુસાફર ધર્મેન્દ્ર સિંહે કહ્યું, "હું પ્રયાગરાજ જઈ રહ્યો હતો પરંતુ ઘણી ટ્રેનો મોડી ચાલી રહી હતી, ઘણી રદ કરવામાં આવી હતી. સ્ટેશન ભીડથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ સ્ટેશન પર મેં ક્યારેય જોયા નથી તેના કરતા ઘણા વધુ લોકો હતા. મારી સામે છ કે સાત મહિલાઓને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહી હતી. અન્ય એક મુસાફર પ્રમોદ ચૌરસિયાએ કહ્યું, "મારી પાસે પુરુષોત્તમ એક્સપ્રેસની સ્લીપર-ક્લાસની ટિકિટ હતી, પરંતુ કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકો પણ ટ્રેનમાં ચડી શક્યા ન હતા.
આ સાથે જ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સ્ટેશન પર પરિસ્થિતિ (New Delhi Railway Station Stampede) હવે નિયંત્રણમાં છે, દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનો
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025 href="https://www.gujaratimidday.com/news/mumbai-news/photo/fire-breaks-out-at-freemasons-hall-in-mumbai-s-fort-area-see-in-photos-14219">ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, અચાનક થતી ભીડને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મોન્ટ્રોઝ બ્રિજ નજીકની પરિસ્થિતિનું સંચાલન કરવા અને તેને સાફ કરવા માટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.


