કાકાસનને ક્રો પોઝ એટલે કે કાગડા જેવો પોઝ પણ કહેવાય છે. આ એવાં કઠિન આસનોમાંનું એક છે જે કરવા માટે નિયમિત પ્રૅક્ટિસ અને સાધનાની જરૂર પડે છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે પચમઢીમાં યોગના એક કાર્યક્રમ દરમ્યાન કાકાસન કરી બતાવ્યું હતું
ઇન્ટરનૅશનલ યોગ દિવસ નજીકમાં જ છે ત્યારે ઠેર-ઠેર લોકો યોગના પ્રચાર માટે અવનવા કાર્યક્રમો યોજે છે. ત્યારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે પચમઢીમાં યોગના એક કાર્યક્રમ દરમ્યાન કાકાસન કરી બતાવ્યું હતું. કાકાસનને ક્રો પોઝ એટલે કે કાગડા જેવો પોઝ પણ કહેવાય છે. આ એવાં કઠિન આસનોમાંનું એક છે જે કરવા માટે નિયમિત પ્રૅક્ટિસ અને સાધનાની જરૂર પડે છે.

