Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડિસેમ્બરમાં યોજાશે લોકસભાની ચૂંટણી?

ડિસેમ્બરમાં યોજાશે લોકસભાની ચૂંટણી?

29 August, 2023 09:25 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું કે બીજેપીએ બુક કરાવ્યાં તમામ હેલિકૉપ્ટર, ત્રીજી વખત સત્તામાં આવશે તો દેશ તાનાશાહી તરફ આગળ વધશે

કલકત્તામાં એક કાર્યક્રમ દરમ્યાન મમતા બૅનરજી

કલકત્તામાં એક કાર્યક્રમ દરમ્યાન મમતા બૅનરજી


પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને સોમવારે લોકસભાની ચૂંટણીને લઈ દાવો કર્યો હતો કે બીજેપીએ ચૂંટણી પ્રચાર માટે પહેલાંથી જ તમામ હેલિકૉપ્ટર બુક કરી રાખ્યાં છે એટલે કેન્દ્ર સરકાર ડિસેમ્બરમાં જ ચૂંટણી કરાવી શકે છે. નિર્ધારીત કાર્યક્રમ મુજબ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાશે. ટીએમસીની યુથ વિન્ગની રૅલીને સંબોધતાં મમતા બૅનરજીએ કહ્યું કે જો સતત ત્રીજી વખત બીજેપી સત્તામાં આવશે તો દેશ તાનાશાહી તરફ આગળ વધશે. તેમણે કહ્યું કે કેટલાક ગેરકાનૂની ગતિવિધિમાં સંડોવાયેલા છે. ગેરકાયદે ફટાકડાની ફૅક્ટરી ચલાવી રહ્યા છે, જેમાં ધમાકા થયા છે.

કેટલાક પોલીસકર્મીના સમર્થનથી આ કરવામાં આવી રહ્યું છે. મમતાએ કહ્યું કે મારું પાકું અનુમાન છે કે લોકસભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૩માં યોજાશે. તેમણે કહ્યું કે બીજેપી પહેલાં જ પૂરા દેશમાં અલગ-અલગ સ​મુદાયો વચ્ચે દુશ્મની ફેલાવી ચૂકી છે. હવે જો તેઓ ફરી  સત્તામાં આવશે તો પૂરા દેશમાં નફરત ફેલાઈ જશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2023 09:25 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK