કેન્દ્ર સરકાર તરફથી ગઈ કાલે સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘બન્ને દેશોના સંરક્ષણપ્રધાનો પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય દેશો દ્વારા આતંકવાદ વિરોધી પ્રયાસો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચીનના સંરક્ષણપ્રધાન જનરલ લિ શેંગફુ મે ૨૦૨૦માં પૂર્વીય લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની આર્મી વચ્ચેની હિંસક અથડામણ બાદથી પહેલી વખત ગુરુવારે ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની સાથે મુલાકાત કરશે. પૂર્વીય લદાખ પ્રદેશમાં ઘર્ષણની સ્થિતિ યથાવત્ છે ત્યારે ભારત અને ચીનના મિલિટરી કમાન્ડરો વચ્ચે ઓછામાં ઓછા ૧૯ તબક્કાની વાતચીતના પગલે બન્ને દેશોના સંરક્ષણપ્રધાનોની આ મીટિંગ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી ગઈ કાલે સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘બન્ને દેશોના સંરક્ષણપ્રધાનો પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય દેશો દ્વારા આતંકવાદ વિરોધી પ્રયાસો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.’ જનરલ લિ વાસ્તવમાં પ્રાદેશિક ગ્રુપ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય દેશોના સંરક્ષણપ્રધાનોના સ્તરની મીટિંગના ભાગરૂપે ભારતમાં આવી રહ્યા છે.


