Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Defence Ministry

લેખ

સોનાક્ષી સિંહા (તસવીર: મિડ-ડે)

“નિર્દોષ લોકો માટે…”: ભારત-પાક તણાવ પર સોનાક્ષી સિંહાએ ન્યૂઝ ચૅનલોની ટીકા કરી

Sonakshi Sinha on India Pakistan War: આ પોસ્ટમાં, તેણીએ લખ્યું, "આપણા સશસ્ત્ર દળો માટે પ્રાર્થના. ભારત માટે પ્રાર્થના. આ સમયે દરેક ચિંતિત ભારતીય માટે પ્રાર્થના. જે નિર્દોષ લોકો સાથે અન્યાય થયો છે અથવા અન્યાય થતો રહેશે તેમના માટે પ્રાર્થના.

11 May, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

જાણો ઍર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન-400 વિશે, જેને માટે પણ પાકે. ચલાવ્યું જૂઠ્ઠાણું

ભારતે પાકિસ્તાન સામે પલટવાર કરતા હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાએ પહલગામ હુમલાનો બદલો લેતા પાકિસ્તાનની આતંકવાદી છાવણીઓ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓની 9 છાવણીઓ પર હુમલા કર્યા.

11 May, 2025 06:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન પર ભારતીય સેનાનો પલટવાર, આતંકવાદી લૉન્ચ પૅડ ધ્વસ્ત, યુદ્ધ વિરામ વચ્ચે

ભારતીય સેના પાકિસ્તાનને સીમાથી માંડીને હવાઈ હુમલામાં જડબાતોડ જવાબ આપી રહી છે, છેલ્લા બે દિવસથી રાતના સમયે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરતી પાકિસ્તાની મિસાઈલોને જમીનદોસ્ત કર્યા બાદ આજે ભારતીય સેનાએ તેમના આતંકવાદી લૉન્ચ પેડનો પણ ખાતમો કર્યો.

11 May, 2025 06:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

ભારતીય સેનાના હીરો... Akash ડિફેન્સ સિસ્ટમે PAKના ટારગેટને કર્યા નિષ્ફળ

10 મે 2025ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણની સ્થિતિ વકરી રહી છે, જ્યારે પાકિસ્તાને શ્રીનગરથી નાલિયા સુધી 26 સ્થળે ડ્રોન, મિસાઈલ અને ફાઈટર જેટ્સથી હુમલા કર્યા.

11 May, 2025 06:48 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું બિમલ નથવાણીને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: કેવી પણ આપત્તિ હોય લોકોના જીવ બચાવવા હંમેશા તૈયાર રહે છે બિમલ નથવાણી

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. આજે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે એવી વ્યક્તિ છે જેઓ અનેક વર્ષોથી મુંબઈ સહિત દેશના ખૂણે ખૂણે નૈસર્ગિક અને માનવ નિર્મિત આપત્તિમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા માટે ખડે પગ ઊભા રહે છે. આજે આપણે મૅન્ટાસ્ટિકમાં જાણીએ બિમલ નથવાણી વિશે જે પોતાનો જીવ નેવે મુકી આફતમાં સપડાયેલાઓની વહારે ધાય છે. બિમલ નથવાણી 1994 થી સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા છે. તેમને લોક સેવા અને જુદી જુદી આપત્તિઓમાં રેસ્ક્યુ મિશન ચલાવવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ તેમની કારકિર્દી બાબતે.

05 February, 2025 11:06 IST | Mumbai | Viren Chhaya
તસવીરો: AFP/PTI/ANI

Kargil Vijay Diwas: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપી સહિદોને શ્રદ્ધાંજલિ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કહ્યું હતું કે ભારત તેના સન્માન અને ગૌરવને જાળવવા માટે નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરવા માટે તૈયાર છે અને નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોને ટેકો આપવા માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું છે.

26 July, 2023 05:26 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક છલાંગ!

ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક છલાંગ!

ભારતે પ્રથમ વખત 30 કિલોવોટ લેસર હથિયારોનો ઉપયોગ કરીને ફિક્સ્ડ વિંગ ડ્રોન, સ્વોર્મ ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા દર્શાવી. ભારત અમેરિકા, ચીન અને રશિયા સહિતના પસંદગીના દેશોની યાદીમાં જોડાયું છે જેમણે આવી ક્ષમતા દર્શાવી છે.

14 April, 2025 02:31 IST | Delhi
PM મોદીએ ભારતના સંરક્ષણ ક્ષેત્રના વિકાસની પ્રશંસા કરી

PM મોદીએ ભારતના સંરક્ષણ ક્ષેત્રના વિકાસની પ્રશંસા કરી

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2023-24માં સંરક્ષણ નિકાસ રેકોર્ડ રૂ. 21,083 કરોડને સ્પર્શી ગઈ હતી. ભારતની સંરક્ષણ નિકાસમાં ગયા નાણાકીય વર્ષમાં 32.5 ટકાની વિક્રમી વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે આ આંકડો 15,920 કરોડ રૂપિયા હતો.

02 April, 2024 02:46 IST | Delhi
“ભારતીય નેવી ઝિંદાબાદ…” આ રીતે બચાવાયેલા પાકિસ્તાની-ઈરાની નાવિકોએ ભારતીય...

“ભારતીય નેવી ઝિંદાબાદ…” આ રીતે બચાવાયેલા પાકિસ્તાની-ઈરાની નાવિકોએ ભારતીય...

ભારતીય સંરક્ષણ અધિકારીઓએ ૨૯ જાન્યુઆરીએ માહિતી આપી હતી કે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. નવીનતમ અપડેટમાં ભારતીય નૌકાદળે ૩૧ જાન્યુઆરીએ બચાવ કામગીરીનો એક વીડિયો શેર કર્યો હતો. વિડિયોમાં, પાકિસ્તાની-ઈરાની ક્રૂએ આભાર વ્યક્ત કર્યો અને સમજાવ્યું કે કેવી રીતે ચાંચિયાઓએ ભારતીય નૌકાદળને જોઈને તેમના હથિયારો ફેંકી દીધા અને તેઓએ ભારતીય નૌકાદળ ઝિંદાબાદ પણ બૂમ પાડી. પાછળથી વિડિયોમાં, ક્રૂએ ‘ઓલ હેલ ઈન્ડિયન નેવી’ અને ‘અમારા જીવ બચાવવા બદલ આભાર’ના નારા લગાવ્યા’ આ ઘટના અરબી સમુદ્રમાં કોચીથી ૭૦૦ નોટિકલ માઈલ પશ્ચિમમાં બની હતી. ઈરાની માછીમારી જહાજ FV ઈમાન લગભગ ૧૭ ક્રૂ મેમ્બરો સાથે સવાર હતું જેને ચાંચિયાઓએ હાઈજેક કરી લીધું હતું. INS સુમિત્રાએ જહાજને અટકાવ્યું અને ક્રૂની સલામત મુક્તિ માટે ચાંચિયાઓને દબાણ કરવા માટે સ્થાપિત SOPs દ્વારા કાર્ય કર્યું. બાદમાં, FV ને પછીથી સેનિટાઈઝ કરવામાં આવ્યું અને આગળના પરિવહન માટે મુક્ત કરવામાં આવ્યું. 

02 February, 2024 01:15 IST | New Delhi
ભારતીય નૌકાદળે ચાંચિયાઓથી ચાલક દળને બચાવ્યા બાદ, ‘ભારત માતા કી જય’ ના નારા

ભારતીય નૌકાદળે ચાંચિયાઓથી ચાલક દળને બચાવ્યા બાદ, ‘ભારત માતા કી જય’ ના નારા

સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ MV લીલા નોરફોક પર “ભારત માતા કી જય” ના નારા ગુંજી ઉઠ્યા હતા. ભારતીય નૌકાદળએ ઝડપી પ્રતિક્રિયા આપી અને કાર્ગો શિપ હાઇજેકમાંથી ૧૫  ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યોને બચાવી લીધા. સમયસર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને, INS ચેન્નાઈ યુદ્ધ જહાજને 05 જાન્યુઆરીએ હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ તરફ ખસેડવામાં આવ્યું હતું. ઉપરાંત, MQ9B (સી ગાર્ડિયન), P8I અને અભિન્ન હેલિકોપ્ટર દ્વારા MV લીલા નોર્ફોકની સતત હવાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારતીય નૌકાદળના ચુનંદા કમાન્ડો યુનિટ માર્કોસ જહાજ પર પહોંચ્યા અને તેની "સેનિટાઇઝેશન" પ્રક્રિયા શરૂ કરી. બચાવ કરાયેલા ક્રૂ મેમ્બરોએ ઝડપી અને સમયસર મદદ કરવા બદલ ભારતીય નૌકાદળનો આભાર માન્યો હતો.    

06 January, 2024 04:44 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK