Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના ઉમેદવાર પર ભડકી કિરણ ખેર લાફો મારવાની ઇચ્છા દર્શાવી

કૉન્ગ્રેસના ઉમેદવાર પર ભડકી કિરણ ખેર લાફો મારવાની ઇચ્છા દર્શાવી

19 May, 2019 10:32 AM IST | દિલ્હી

કૉન્ગ્રેસના ઉમેદવાર પર ભડકી કિરણ ખેર લાફો મારવાની ઇચ્છા દર્શાવી

File Photo

File Photo


લોકસભાની ચૂંટણી માટે છેલ્લા તબક્કાનુ વોટિંગ રવિવારે છે એવામાં ઉમેદવારોએ જીત માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. કેટલીક વાર નેતાઓ પ્રચાર કરતાં-કરતાં ભાન ભૂલી બેસે છે. આવું જ કઈક બીજેપીના ઉમેદવાર અને ઍક્ટ્રેસ કિરણ ખેર સાથે થયું. મળતી માહિતી અનુસાર કિરણ ખેર પોતાના વિરોધી અને કૉન્ગ્રેસના ઉમેદવાર પવન કુમાર બંસલ પર એવી રીતે ગુસ્સે થયા કે તેમણે થપ્પડ મારવાની ધમકી આપી દીધી. કિરણ ખેરે પંજાબીમાં કહ્યું કે મને એટલો ગુસ્સો આવે છે કે મન થાય છે કે તેને એક થપ્પડ મારી આવું.

જણાવી દઈએ કે એક દિવસ પહેલાં પવન બંસલે પેમ્ફ્લેટ વહેંચ્યાં હતાં જેમાં તેમણે પોતાની ઉપલબ્ધીઓ જણાવી હતી. બીજેપી વિરુદ્ધ વહેંચેલાં પેમ્ફ્લેટના કારણે કિરણ ખેર ખૂબ જ ગુસ્સે થયાં હતાં. પાછળથી આ પેમ્ફ્લેટ સાથે કિરણ ખેરે એક વિડિયો શૅર કર્યો અને એમાં આ પેમ્ફ્લેટ સાથે દેખાઈ રહી છે.



આ પણ વાંચોઃ મોદી નેતા નહીં, અભિનેતા બચ્ચનને પીએમ બનાવ્યા હોત તો સારું થાત :પ્રિયંકા


વિડિયોમાં કિરણ ખેરે પવન બંસલને ચેતવણી આપતાં કહ્યું કે તેઓ મારા દ્વારા કરેલાં કામોની ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યા છે. કિરણ ખેરનું કહેવું છે કે તેમનાં કામોને શહેર જ નહીં, આખો દેશ જાણે છે અને પછી તે પેમ્પ્લેટ ફાડતાં નજરે ચડે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 10:32 AM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK