Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Kerala Doctor Viral: માંડવામાં લગ્નની તૈયારીઓ થઇ રહી હતી ત્યાં દુલ્હને દોડ લગાવી કેટરિંગની મહિલાઓ તરફ, કેમકે..

Kerala Doctor Viral: માંડવામાં લગ્નની તૈયારીઓ થઇ રહી હતી ત્યાં દુલ્હને દોડ લગાવી કેટરિંગની મહિલાઓ તરફ, કેમકે..

Published : 22 August, 2026 01:36 PM | IST | Kerala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kerala Doctor Viral: તાજતેરમાં જ કેરળમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેણે એક ડૉક્ટરની ફરજ શું હોય છે અને ડૉક્ટર કેવી કેવી સ્થિતિમાં પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈયાર હોય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


Kerala Doctor Viral: તાજતેરમાં જ કેરળમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેણે એક ડૉક્ટરની ફરજ શું હોય છે અને ડૉક્ટર કેવી કેવી સ્થિતિમાં પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈયાર હોય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત કંઇક એમ છે કે માંડવામાં એક ડૉક્ટર મહિલાના લગ્ન લેવાઈ રહ્યા હતા તે જ સમયે ડૉક્ટર મહિલાએ વેડિંગ ફંક્શનમાં કેટરિંગ સ્ટાફની ૨ મહિલાઓની તબિયત લથડતાં તાબડતોબ માંડવો અને લગ્ન વિધિ બાજુ પર મૂકીને એક ડૉક્ટર તરીકેની પોતાની ફરજ બજાવી હતી. આ કિસ્સાનો વિડિયો પણ સોશિયલ મીડીયા પર વાઇરલ થઇ રહ્યો છે.

કન્નૂરના પાનૂરની રહેવાસી અને ઈમરજન્સી મેડિસિનમાં એમડી (MD)ના પ્રથમ વર્ષમાં ભણતી ડૉ. શિરીન સુબૈરના પોતાના લગ્નનો પેસન્ગ હતો. શિરીનના લગ્ન લેવાઈ રહ્યા હતા તેવે સમયે અચાનકથી કેટરિંગ સ્ટાફની બે મહિલાઓની તબિયત લથડી હતી. (Kerala Doctor Viral) આ ખબર મળતાં જ ડૉ. શિરીને તાબડતોબ બધુ જ પડતું મૂકીને સૌ પ્રથમ આ મહિલાઓને ફર્સ્ટ એઇડ આપી હતી અને એક ડૉક્ટર તરીકેની પોતાના નિષ્ઠાપૂર્ણ કર્તવ્ય દેખાડ્યું હતું.



કિસ્સો કંઇક આમ બન્યો હતો


ડૉ. શિરીન અને ડૉ. રિજાઝના લગ્ન યોજાયા હતા. માંડવામાં દંપતી આવી ગયા હતાં. લગ્નવિધિ ચાલી રહી હતી ત્યારે અચાનક કેટરિંગ ટીમની એક મહિલાને નાકમાંથી બ્લડ આવવા લાગ્યું હતું અને બીજી એક મહિલાને ચક્કર આવતાં જ તે બેભાન થઇને ઢળી પડી હતી. બંને મહિલાઓની ઓચિંતી તબિયત લથડી જતાં કેટરિંગ સ્ટાફમાં ચિંતાનઉન મોજું ફરી વળ્યું હતું. પણ જેવી એ લોકોને ખબર પડી કે આ વેડિંગ ફંક્શનમાં જે નવોઢા છે તે પોતે ડૉક્ટર છે ત્યારે તેઓએ ડૉ. શિરીનને મદદ માટે બોલાવ્યા. પોતાના લગ્ન નિમિતે વજનદાર ડ્રેસ પહેરેલો હોવા છતાં ડૉ. શિરીને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તાકીદે બંને મહિલાઓ પાસે જઈને તેમની સારવાર શરૂ કરી દીધી હતી.

જે મહિલાના નાકમાંથી બ્લડ આવી રહ્યું હતું તે મહિલાને ડૉ. શિરીને આગળની તરફ નમાવીને નાક પર કપડાંને દસથી પંદર મિનિટ સુધી દાબી રાખ્યું હતું. જેથી નાકમાંથી એકધારું વહેતું બ્લડ બંધ થાય. આ સાથે જ બીજી ચક્કર ખાઈને ઢળી પડેલી મહિલાને ડૉક્ટર શિરીને જમીન પર સીધી સુવડાવી હતી. અને તે મહિલાના પગ ઊંચા કર્યા હતા જેથી તેના મગજ સુધી બલ્સ સર્ક્યુલેશન થઇ શકે અને તે ભાનમાં આવી શકે. ખરેખર ડૉક્ટર શિરીને (Kerala Doctor Viral) પોતાનાં લગ્નની વિધિને પ્રયોરિટી આપવા કરતાં બંને પેશન્ટને સારવાર આપીને બચાવ્યા તે બદલ આવેલ મહેમાનો અને સૌ કોઈ ડૉક્ટર શિરીનના વખાણ કરતાં થક્તા નહોતા.


આ ઘટનાનો કોઈએ વિડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વહેતો કરી દીધો હતો જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને ડૉ. શિરીન જેવા ડૉક્ટર પોતાના અંગત પ્રસંગોમાં પણ લોકોની સારવાર માટે ખડેપગે રહેતાં હોય છે તે સમાજ સુધી પહોંચાડ્યું હતું. આ આખી ઘટના બાદ ડૉ. શિરીને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, "મેં તો બસ મારી ફરજ અદા કરી છે. ઘણીવાર આપણે રસ્તા પર પણ કોઈને આ રીતે ઢળી પડતાં જોઈએ તો આપણે મદદ કરવી જોઈએ. માત્ર ડોક્ટર્સને (Kerala Doctor Viral) જ નહીં, પણ સૌ કોઈને CPR તેમ જ અને બેઝિક ફર્સ્ટ એઇડનું નોલેજ હોવું જોઈએ, જેથી આવી ઇમર્જન્સી આવે ત્યારે કોઈનો જીવ બચી જાય"

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 01:36 PM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK