બદરીનાથ ધામનાં કપાટ ૨૪ નવેમ્બર સુધી ખુલ્લાં રહેશે : આ વર્ષે અત્યાર સુધી ૪૫ લાખ યાત્રાળુઓએ ચારધામનાં દર્શન કર્યાં
કેદારનાથ ધામ
શિયાળો બેસતાં ઉત્તરાખંડની ચારધામ યાત્રા અખાત્રીજ સુધી વિરામ લેશે. વિજયાદશમી બાદ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીનાં કપાટ બંધ થવાની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ વર્ષે બદરીનાથ ધામનાં કપાટ ૨૫ નવેમ્બરે બપોરે ૨.૫૬ વાગ્યાથી બંધ થશે. ૨૧ નવેમ્બરથી પંચપૂજા શરૂ કરવામાં આવશે અને ૨૬ નવેમ્બરે ભગવાનની ડોલી પાંડુકેશ્વર અને જ્યોતિર્મઠ માટે પ્રસ્થાન કરશે.
કેદારનાથ ધામનાં કપાટ ૨૩ ઑક્ટોબરે સવારે ૮.૩૦ વાગ્યાથી બંધ થશે. ત્યાર બાદ બાબા કેદારનાથની પંચમુખી ઉત્સવ ડોલી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર માટે પ્રસ્થાન કરશે. મધ્યમેશ્વર કેદાર ધામણ કપાટ ૧૮ નવેમ્બરથી બંધ થશે.
ADVERTISEMENT
યમનોત્રી ધામનાં કપાટ ૨૩ ઑક્ટોબર, ભાઈબીજના દિવસથી બપોરે ૧૨.૩૦ વાગ્યાથી બંધ રહેશે. ગંગોત્રી ધામ ૨૨ ઑક્ટોબરથી બંધ રહેશે. આ વર્ષે ૩૦ એપ્રિલે કપાટ ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં કુલ ૪૫ લાખ યાત્રાળુઓએ ચારધામનાં દર્શન કર્યાં છે.


