Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જયપુરમાંથી જૈશ-એ-મોહમ્મદની મહિલા આતંકવાદી ઝડપાઈ

જયપુરમાંથી જૈશ-એ-મોહમ્મદની મહિલા આતંકવાદી ઝડપાઈ

Published : 23 June, 2026 10:22 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની મુફ્તીના કહેવાથી ઇસ્લામ અપનાવ્યો હતો, બબીતા ધાકડ ઉર્ફે ખદીજાના વૉટ્સઍપ પર અનેક શંકાસ્પદ નંબર-સામગ્રી મળી આવ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાન ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ જયપુરમાંથી દેશવિરોધી તત્ત્વો અને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યો સાથે સંપર્ક ધરાવતી બબીતા ધાકડ ઉર્ફે ખદીજા નામની મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા મૂળ ગંગાપુરની વતની છે અને હાલ જયપુરમાં રહેતી હતી.

બબીતાના મોબાઇલમાંથી બે સિમ કાર્ડ અને ફેસબુક અકાઉન્ટ મળ્યાં છે, જેમાં વાંધાજનક કન્ટેન્ટ અને વિદેશી પ્રોફાઇલ્સની લિન્ક ઉપલબ્ધ હતી. તેના સોશ્યલ મીડિયા ફ્રેન્ડ્સ-લિસ્ટમાં જૈશ-એ-મોહમ્મદ અને અન્ય ઉગ્રવાદી સંગઠનોના ઝંડા અને પ્રચારસામગ્રી ધરાવતી પ્રોફાઇલ્સ જોવા મળી હતી. ઉપરાંત તે વૉટ્સઍપ પર અનેક પાકિસ્તાની નંબરો સાથે નિયમિત વાતચીત કરતી હતી, જેમાંથી કેટલાક આતંકવાદી ઑપરેટિવ્સ હોવાની આશંકા હોવાથી ATS દ્વારા ડિજિટલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.



પૂછપરછ દરમ્યાન બબીતાએ ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનના એક મુફ્તીએ તેને ફોન પર કટ્ટરપંથી વાતો કહીને ઇસ્લામ અપનાવવા માટે તૈયાર કરી હતી. સૂત્રોના દાવા મુજબ બબીતાને પાકિસ્તાન મોકલવાની પણ યોજના ઘડાઈ રહી હતી. હાલ અધિકારીઓ તેના આંતરરાષ્ટ્રીય સંપર્કોના નેટવર્ક અને આ મિશન પાછળના અસલી હેતુ વિશે સઘન તપાસ ચલાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 10:22 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK